તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ગોધરા પોસ્ટમાં પણ સ્પેશિયલ કેન્સેલેશન સ્ટેમ્પ પ્રસારિત કરાશે

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 21 જૂન, 2021ના વિશ્વ યોગ દિવસ નિમિત્તેનું આયોજન
  • ભારતભરની 810 હેડ પોસ્ટ ઓફિસ પરથી પ્રસારિત અત્યાર સુધીની સૌથી મોટી ફિલાટેલિક ઉજવણી

ગોધરા પોસ્ટ અધિક્ષકના જણાવ્યા અનુસાર ભારતીય ટપાલ વિભાગ દ્વારા તા. 21મી જૂન, 2021ના વિશ્વ યોગ દિવસ નિમિત્તે એક સાથે 810 સ્થાનો પર સ્પેશિયલ કેન્સેલેશન સ્ટેમ્પ પ્રસારિત કરવામાં આવશે. 7મા વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભારતીય ટપાલ વિભાગ એક ખાસ સ્પેશિયલ કેન્સેલેશન સ્ટેમ્પ એક સાથે 810 સ્થાનો પરથી પ્રસારિત કરી એક અનોખી પહેલ કરવા જઈ રહ્યું છે, જે અંતર્ગત ગોધરા પોસ્ટ ઓફિસ ખાતે પણ આ સ્ટેમ્પ બહાર પાડવામાં આવશે.

ભારતીય ટપાલ વિભાગ દ્વારા દેશની 810 હેડ પોસ્ટ ઓફીસ પરથી વિશ્વ યોગ દિવસની સચિત્ર ડિઝાઈન વાળો સ્પેશિયલ કેન્સેલેશન સ્ટેમ્પ રજુ કરશે જે અત્યાર સુધીનો સૌથી મોટો ફિલાટેલીક ઉજવણીનો એક પ્રોગ્રામ હશે. તે દિવસે આ પોસ્ટ ઓફિસમાં આવનારી તેમજ ત્યાંથી પોસ્ટ થનારી ટપાલ પર આ સ્ટેમ્પ લગાવાશે. આ ઉપરાંત, યોગ દિવસ ઉજવણી અંતર્ગત પોસ્ટ ઓફિસના કર્મચારીઓ યોગાસન સહિતની પ્રવૃતિઓમાં ભાગ લઈ ઉત્સાહભેર યોગદિવસની ઉજવણી કરશે.

અન્ય સમાચારો પણ છે...