કાલોલમાં ઓડિયો-ક્લિપ વાઇરલ:‘એક જ પેટીમાં 30 વોટનું આઘુંપાછું થાય એ પણ 2 વાગ્યા પછી; 30થી ઉપર કશું ના થાય, કારણ કે કાગળનું વજન 4 ગ્રામ છે’

ગોધરા, કાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઓડિયો-ક્લિપ કાલોલના એરાલની હોવાની શંકા : તંત્રની ચકાસણી

કાલોલ તાલુકાની એરાલ ગ્રામપંચાયતની ચૂંટણીમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરતી રજૂઆત કલેક્ટરને ઉમેદવાર સહિત મતદારોએ કરી હતી. એરાલ ગ્રામપંચાયતની કુલ 6 મતદાન પેટી પૈકી મતપેટી નં-3 ગુમ થયાનો આક્ષેપ કરાયો હતો. ઘણી શોધખોળ બાદ કાગળ લગાવ્યા વિનાની હાલતમાં મતપેટી મળી હતી. મતપેટીની જવાબદારી બૂથના પ્રિસાઇડિંગ ઓફિસરની હોય છે. શંકા ઊપજાવે તેવી રીતે મતદાન પેટી નં. 3 આશરે 45 મિનિટ બાદ જાહેરાત કર્યા બાદ કાલોલ કોલેજ ખાતે જમા કરાવાઈ હતી.

દરમિયાન સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી ઓડિયો-ક્લિપમાં એક મતપેટીમાં 30 વોટ વધારાના સામા પક્ષના ઉમેદવારને મળે અને સામા ઉમેદવારને ફાયદો કરાવવાના આશયથી કાવતરું રચીને ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ આચરાઈ હોવાનો આક્ષેપ રજૂઆતમાં કર્યો હતો. જેથી અરજદારે એરાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલા ભ્રષ્ટાચાર અને ગેરરીતિની તપાસ કરવા અને તેમાં સામેલ લોકો સામે પગલા ભરવાની માગ કલેક્ટર અને વેજલપુર પોલીસ મથકે રજૂઆત હતી.

વાઇરલ ઓડિયો ક્લિપ અંગે કાલોલ મામતલદારે જણાવ્યું હતું કે, ગામજનો ચૂંટણી પૂર્ણ થયા બાદ આવ્યા હતા. તેઓએ આક્ષેપો કર્યા હતા. તેઓનાં નિવેદનો લીધાં છે, પણ પી.એમ.પટેલ નામનો અમારો કોઇ ઝોનલ અધીકારી છે જ નહિ. ત્યારે કાલોલના એરાલ ગામની ચૂંટણીમાં ગેરરીતિ થઇ હોવાના આક્ષેપ વચ્ચે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારીએ ઓડિયો ક્લિપની સત્યતા ચકાસવા સંબંધિત અધિકારીને જણાવ્યું છે.

વાઇરલ થયેલી કથિત ઓડિયો-ક્લિપના અંશ

અજાણ્યો ઇસમ : 30 વોટનું આઘુંપાછું થાય અને એ પણ બે વાગ્યા પછી થાય, તારે મને એક વાગે યાદ કરાવવાનું એટલે હું ઉમેદવાર કહીશ, તું તંઇ જા..

મયંક : એવું એમ...

અજાણ્યો ઇસમ : તંઇથી પાંચ પાંચ થાય, જે થાય તે

મયંક : પણ કાગળો ના જોઇએ

અજાણ્યો ઇસમ : અલા તું... એ ઝોનલ વ્યવસ્થા કરશે. તું એની શું... તારે તરીહ કાગળો જોઇએ છેને...

મંયક : પણ બે એક પેટીમાં થઇ જશે

અજાણ્યો ઇસમ : ના, બે પેટીમાં ના થાય, એક જ પેટીમાં થાય, તે મને એક પેટીનું કીધું હતું. એકનું બેરે બેરે કર્યું છે. ખોટી વાત હું કરું જ ના મયંક

મયંક : સારું એકનું કર દેજો, ચાલો હા, આજે થશે કે પછી કાલે

અજાણ્યો ઇસમ : કાલે કાલે, હું કહું એને મળજે, તારે નહિ મળવાનું. તું ઉમેદવારને મોકલજે, એ પી.એમ. પટેલ ઝોનલ છે તંઇનો

મયંક : ગોધરાનો...

અજાણ્યો ઇસમ : ગોધરાનો નહીં કાલોલનો, ઝોનલ નીકળશે એટલે હું કહું ત્યારે ઉમેદવારને મળવા જતું રહેવાનું, આ વખતે તમામ પેટીઓને છે ને એસિડથી ધોઇને આપેલી છે પણ ઘણા ડાહ્યા હતા. તેને ઉપરના લોકમાં પેપર ઘાલ્યા છે, જેથી સરકારને શંકા ગઇ એટલે બધાને માઇક્રો મશીનથી ચેક કરીને આલીએ છીએ. જેમાં મારા બૈરાને સવાર સવારના કીધું ઘરે બેસો બહેન, તમારે આવવાની જરૂર નથી...

મયંક : 30નું થશે ખરું ને સો ટકા...

અજાણ્યો ઇસમ : 30 વોટનું થાય, 30 વોટથી ઉપર કશું ના થાય, કારણ કે કાગળનું વજન 4 ગ્રામ છે...

મયંક : પણ જવાબદારી તમારીને...

અજાણ્યો ઇસમ : અલા એ મારી જવાબદારી, 70-80 ગ્રામથી વજન વધવું ના જોઇએ તેનો નિયમ છે સરકારી, એટલે 30 વોટ સુધી જ થાય...

અન્ય સમાચારો પણ છે...