તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ગોધરાના ખાલપા ફળિયામાંથી ગૌવંશના માંસનો જથ્થો ઝડપાયો

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બી ડિવિઝન પોલીસ મથકે ચાર સામે ગુનો નોંધાયો

ગોધરાના ખાલપા ફળીયામાં પોલીસે છાપો મારીને મકાનના ફીઝમાં સંતાડી રાખેલ માંસનો જથ્થો પકડી પાડયો હતો. ગોધરાના અહેમદ હુસેન ખોડાનો પુત્ર મોહમદ ખોડા અને તેઓની પત્ની ખાલેદાબીબીએ ઘરમાં ગૌવંશના માંસની પોટલીઓ બનાવીને વેચાણ માટે મૂકી રાખી છે. બાતમી બી ડીવીઝન પોલીસને મળતાં આધારે પોલીસે વેજલપુર રોડ પર આવેલા મુન્ના વે બ્રિજ સામેના ખાલપા ફળિયામાં આવેલા અહેમદ હુસેન ખોડાના રહેણાંક મકાનમાં રેડ કરતા ઘરમાં રહેલા બે શખ્શોએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો.

પોલીસે તેઓનો કોર્ડન કરીને ઝડપી પાડી નામઠામ પૂછતાં અહેમદ હુસેન આદમ ખોડા અને મોહમ્મદ રીઝવાન ખોડા જણાવ્યા હતા, પોલીસે તેઓને સાથે રાખીને ફ્રીઝમાં તપાસ કરતા 12 જેટલી અલગ થેલીઓ મળી હતી. જે ચેક કરતા અંદરથી ગૌવંશના માંસનો જથ્થો મળી આવ્યો હતો, જે માંસ અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતુ કે આ અમે બે દિવસ પહેલા મહેબૂબ સબુરિયા પાસે એક બળદ મંગાવી તેની કતલ કરાવડાવી તેના ઘરેથી હું અને મારો છોકરો આ માંસનો જથ્થો લાવ્યા હતા.

ફ્રિઝમાં મૂકી રાખ્યો હતો, જ્યારે કોને આપવા બાબતે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે આ ગૌવંશનું માંસ મારો છોકરો અને મારી પત્ની ખાલેદાબીબી આજુબાજુના ફળિયામાં તેનું વેચાણ કરે છે. પોલીસે રૂા. ૯૪૨૦ની કિંમતનો ૪૨ કિલોગ્રામ ગૌવંશનો માંસનો જથ્થો કબજે લઇને ચાર ઈસમો સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ મુજબ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...