ભાસ્કર વિશેષ:મેદાપુરની ગર્ભવતી મહિલાને 108માં લઇ જવા ખાટલાનો ઉપયોગ કરી દોઢ કિમી ચાલવું પડ્યું

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાને ખાટલામાં સારવાર માટે લઇ જતો વીડિયો વાયરલ થયો
  • રસ્તો બિસમાર હોવાથી 108 ઘર સુધી પહોંચી શકી નહીં

ગુજરાત સરકાર દ્વારા મોટી મોટી વિકાસની વાતો સાથે છેવાડાના ગામોમાં પાકા રસ્તાની સુવિદ્યા હોવાની વાતો કરે છે. પરંતુ પરિસ્થિતી કાંઇ ક અલગ જ છે. અાવોજ અેક કિસ્સો ગામના બિસ્માર રસ્તાને કારણે ગર્ભવતી મહિલાને 108માં લઇ જવા ખાટલાનો ઉપયોગ કરવો પડ્યો હોવાનો વીડીઅો વાયરલ થયો હતો. કાલોલ તાલુકાના મેદાપૂર ગામની ગર્ભવતી મહિલાને પ્રસવની પીડા ઉપડતા પ્રસુતિ માટે દવાખાને લઇ જવા માટે 108ને કોલ કરવામાં અાવ્યો હતો. કોલ મળતા 108 મેંદાપરુ અાવી પહોચી હતી.

પરંતુ ગર્ભવતી મહિલાના ધરથી લગભગ દોઢ કીમીનો રસ્તો બિસ્માર હોવાથી 108 એમ્બ્યુલન્સ ધર સુધી અાવી શકી ન હતી. જેને લઇને પરિવારજનો દ્વારા ગર્ભવતી મહિલાને ખાટલામાં સુવાડીને ઉચકીને દોઢ કીમી જેટલુ અંતર કાપવુ પડ્યુ હતુ. સ્થનિક રહીશો દ્વારા તંત્રને રસ્તાના સમારકામ માટે અનેક વાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી ન કરાતા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...