તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • A Pangolin That Broke Into A House At Ladpur Was Caught After 7 Hours, Panchmahal Dahod Forest Department Rescued The Pangolin And Put It In A Cage.

રાહતનો શ્વાસ:લાડપુર ખાતે મકાનમાં ઘૂસેલો દીપડો 7 કલાક બાદ ઝડપાયો, પંચમહાલ-દાહોદ વનવિભાગેે દીપડાનું રેસ્ક્યૂ કરીને પાંજરે પૂર્યો

ગોધરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
લાડપુરમા મકાનમાં ઘુસેલો દીપડાને ભારે જહેમત બાદ પોલીસ તથા વન વિભાગની ટીમ દ્વારા પકડાયો. - Divya Bhaskar
લાડપુરમા મકાનમાં ઘુસેલો દીપડાને ભારે જહેમત બાદ પોલીસ તથા વન વિભાગની ટીમ દ્વારા પકડાયો.
  • દીપડો પાંજરે પૂરાતાં સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો
  • 2 ઇન્જેકશન નિષ્ફળ થયા બાદ ત્રીજા ઇન્જેકશને દીપડો બેભાન થયો

ગોધરા તાલુકાના લાડપુર ગામના પટેલ ફળીયાના લોકો સોમવારની વહેલી સવારેની મીઠીં નીદરમાં હતા. તે દરમ્યાન પટેલ ફળીયામાં રહેણાંક મકાનની બાજુમાં ઢોરઢાંખર બાંધવા માટેના મકાનમાં વહેલી સવારે દીપડો ઘુસી ગયો હતો. મકાન માલિકને શરૂઅાતમાં કોઇ જાનવર ધુસી ગયો હોવાનું લાગ્યું હતું. પણ દીપડાની ત્રાડ સાંભળીને મકાન માલીકાના ધ્રુજવા લાગ્યો હતો. અાસપાસના લોકોને દીપડો અાવ્યાની વાત સાંભળીને ભયભીત થયા હતા.

ગામજનોઅે બનાવની જાણ વન વિભાગને કરવામાં આવતા ગોધરા રેન્જના વન વિભાગની ટીમ તેમજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને બનાવની જગ્યાનું નિરીક્ષણ કરી દીપડો ઘરમાંથી બહાર આવી હુમલો ન કરે તે માટેના પગલાં લીધા હતા. જે મકાનમાં દીપડો ધુસ્યો હતો તે મકાનમાં અવરજવર માટે રાખવામાં આવેલ તમામ દરવાજાને બંધ કરી એક દરવાજા પર પાંજરું મૂકી દીપડાને પકડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. ગોધરા વન વિભાગ દ્વારા દાહોદના દેવગઢ બારીયાની દીપડાનું રેસ્ક્યુ કરતી ટીમની મદદ લેવાઈ હતી.

બન્ને ટીમો તેમજ સ્થાનિક પશુપાલન વિભાગના તબીબોની સંયુક્ત ટીમ દ્વારા દીપડાને બેભાન કરીને પાંજરે પુરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. દીપડાને બેભાન કરવા માટે બે વખત ટ્રેનક્યુલાઈઝર ગનની મદદથી મુકવામાં આવેલ ઈન્જેકશન નિષ્ફળ રહ્યા હતા. બાદમાં ત્રીજા પ્રયત્ને દીપડો બેભાન થયો હતો. બેભાન થયેલા દિપડાને વન વિભાગ દ્વારા પાંજરામાં ખસેડવામાં આવ્યો હતો. આમ 7 કલાક ઉપરાંતની ભારે જહેમત બાદ વન વિભાગને દીપડાને પકડવામાં સફળતા મળી હતી.

દિપડાને ઘરની બહાર કાઢવા માટે હાથ ધરવામાં આવેલા રેસ્ક્યુ ઓપરેશનના પગલે સ્થાનિકોને 7 કલાકથી વધુ સમય સુધી ઘરમાં જ પુરાઈ રહેવાનો વારો આવ્યો હતો. ભારે મસક્ત બાદ દિપડોને પકડવામાં સફળતા મળતા સ્થાનિકો સહિત વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગ દ્વારા ઘરમાં ઘૂસી ગયેલા દિપડાને રેક્સ્યુ ઓપરેશન કરી બહાર કાઢીને હાલોલના ધોબીકુવા ખાતે આવેલા દિપડા રેક્સ્યુ સેન્ટર ખાતે મોકલવામાં આવ્યો હતો.

દીપડાની ત્રાડથી અાસપાસના લોકો ઘરમાં પૂરાઇને રહ્યા
તાલુકામાં ગરમી અને જંગલમાં ખોરાક ન મળતાં દીપડાઅો અવાર નવાર માનવ વસ્તીમાં અાવી પોહચે છે. લાડપુર પાસેના જંગલમાંથી દિપડો ખોરાકની શોધમાં ગામમાં પ્રવેશ કર્યો હતો. દિપડાઅે ગામમાં કોઇની પર પણ હુમલો કર્યો ન હતો. દિપડો જવાન હોવાથી તેની ત્રાડથી અાસપાસના લોકો ધરમાં પુરાઇને રહ્યા હતા. સાત કલાકની જહેમત બાદ દિપડો પકડાતાં પુરાયેલા ગામજનો રાહતનો દમ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...