તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના ટળી:ગોધરા રેલવે સ્ટેશન ખાતે ચાલુ ગાડીએ ગુડઝનો દરવાજો ખૂલ્યો

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોધરા રેલવે સ્ટેશન ખાતે ગૂડઝ ટ્રેનનો દરવાજો ખૂલતા કામગીરી કરી હતી. - Divya Bhaskar
ગોધરા રેલવે સ્ટેશન ખાતે ગૂડઝ ટ્રેનનો દરવાજો ખૂલતા કામગીરી કરી હતી.
  • ખાતરની થેલીઓ બહાર પડતાં ગુડ્ઝ ટ્રેન રોકાવી હતી

ગોધરા રેલવે સ્ટેશન ખાતેના પ્લેટફોર્મ નંબર 2 પરથી ખાતરની રેક ભરેલી ગુડઝ ટ્રેન વડોદરાથી મધ્યપ્રદેશ તરફ પસાર થઈ રહી હતી. તે દરમ્યાન અચાનક ગુડઝ ટ્રેનનો દરવાજો ખુલી ગયો હતો. અને ટ્રેનમાં લોડ કરેલી ખાતરની બોરી રેલવે ટ્રેક પર ફસડાઈ પડી હતી. જોકે સમયસૂચકતા વાપરીને ટ્રેનને તત્કાલિક થોભવવામાં આવી હતી. આ ઘટનાને પગલે રેલવે પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

રેલવે ટ્રેક પર પડેલી ખાતરની બોરીઓને રેલવે પોલીસ દ્વારા કેરેજ વિભાગની મદદ લઇને પુનઃ વેગનમાં લોડ કરાવી હતી. અને બાદમાં ગુડઝ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. રેલવે વિભાગ દ્વારા ગૂડઝ ટ્રેનોમાં હાલ સ્લાઇડર ડોર રેકને બદલે જુના વેગન રેક દોડાવવામાં આવી રહ્યા છે. જેને કારણે અવાર નવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે. અગાઉ પણ ચોખાનો જથ્થો લઇને જતી ગુડઝ ટ્રેનનો દરવાજો ખુલી જતાં ગોધરા રેલવે સ્ટેશનના ચાર વોટરપોલ તૂટી ગયા હતા.ત્યારે બીજી વાર આવી ઘટના ઘટતા રેલવે વિભાગ દ્વારા જુના વેગન બદલવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...