તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલેક્ટર કચેરીમાં ધમાચકડી:પંચમહાલ કલેક્ટર કચેરીમાં માનસિક રીતે અસ્થિર યુવકે ધમાચકડી મચાવી

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પંચમહાલ કલેકટર કચેરીમાં માનસિક અસ્થિર યુવકની ધમાચકડી કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી - Divya Bhaskar
પંચમહાલ કલેકટર કચેરીમાં માનસિક અસ્થિર યુવકની ધમાચકડી કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી
  • ફી બાબતે કચેરીમાં ફિનાઇલ બોટલ પીતાં પહેલાં સિકયુરિટી ગાર્ડે બોટલ છીનવી
  • પિતાએ કોલેજને યુવકની માનસિક સ્થિતિ સારી નહીં હોવાનું લેખિતમાં આપ્યું હતું
  • યુવકે આગઉ કોલેજમાં મરવાની ધમકી આપતાં કોલેજે તેના વાલીઓને બોલાવ્યા હતા, કચેરીમાંથી યુવકને 108માં સિવિલ લઇ ગયા હતા

પંચમહાલ જિલ્લા કલેકટર કચેરીમાં બપોરે દિવાન મૂજજમીબ અે સાલેમ નામનો યુવાન પોતાની રજુઅાત કરવા અાવ્યો હતો. જિલ્લાના અધિક કલેકટરને કોલેજમાં ફિ બાબતે ફોર્મ ન ભરાતા પોતાનું અાખું વર્ષ બગડશે તેવી રજુઅાત કરી હતી. જેને લઇને જિલ્લા અધિક કલેકટરે તેની રજુઅાત શહેરા પ્રાંતને જણાવીને કાર્યવાહી કરવાનુ કહ્યું હતુ. પરંતુ યુવકે કચેરીના વેઇટિંગ રૂમમાં થેલામાંથી બોટલ કાઢતાં હાજર સિકયુરીટી ગાર્ડે તેની બોટલ છીનવી લીધી હતી. પરંતુ સાવચેતીના ભાગ રૂપે યુવકને સારવાર માટે 108 દ્વારા ગોધરા સીવિલ હોસ્પિટલ ખસેડતા તેને કચેરીમાં બુમાબુમ કરી દીધી હતી.

જેને લઇને કચેરીના કર્મચારીઅો દોડી અાવ્યા હતા. બાદમાં યુવક માનસિક રીતે અસ્વસ્થનુ બહાર અાવ્યું હતું. માનસિક અસ્થિર યુવકને પોલીસ બી ડીવીઝન મથકે લઇ ગઇ હતા. જયાં પિતાઅે યુવકની માનસિક સ્થિતિ સારી ન હોવાનું જણાવેલ હતું. પરંતુ કલેક્ટર કચેરીમાં માનસિક અસ્થિર યુવકે પોતાની ફી બાબતે રટણ કરીને પોતાનું વર્ષ બગડશે તેવી વારંવાર વાત કરતો હતો. યુવક માનસિક સ્થિતિ સારી ન હોવાનું બહાર અાવતાં મામલો થાળે પડયો હતો.

કોલેજને અસ્થિર હોવાનું લેખિતમાં અાપ્યું હતંુ
કલેકટર કેચરીની વેઇટિંગ રૂમમાં માનસિક અસ્થિર યુવકે થેલામાંથી ફિનાઇલ જેવા પ્રવાહીની બોટલ કાઢતાં સિકયુરીટી ગાર્ડે બોટલ જોઇ જતાં તાત્કાલીક બોટલ ઝુટવી લેતાં માનસિક અસ્વસ્થ યુવકનો જીવ બચાવ્યો હતો. જયારે શહેરા તાલુકાની કોલેજ ખાતે યુવક અેલઅેલબીનો અભ્યાસ કરતો હતો.

પરંતુ કેટલાય સમયથી યુવકની માનસિક સ્થિતિ સારી ન હોવાથી તેણે કોલેજમાં મરવાની ધમકી અાપી હતી. જેથી સત્તાધિશોઅે તેના પિતા અને ભાઇઅોને બોલાવ્યા હતા. પિતા અને ભાઇઅે લેખિતમાં કોલેજને જણાવ્યું હતું કે મારા પુત્રની માનસિક સ્થિતિ સારી ન હોવાથી અાવુ વર્તન દરેક જગ્યાઅે કરે છે. તે કોઇ પણ કરે તેની જવાબદારી કોલેજ સ્ટાફની રહેશે નહી.

અન્ય સમાચારો પણ છે...