તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આર્મ એક્ટ:ગોધરામાં પિસ્તોલ સાથે એક વ્યક્તિ ઝડપી પડાયો

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આર્મ એકટ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી

રાજ્યમાં તહેવારોના દિવસો ચાલતા હોવાથી જિલ્લામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હથીયારો શોધી કાઢવા ઉચ્ચ અધિકારીઅો દ્વારા સુચના અને માર્ગદર્શન અાપ્યા છે. જે અંતર્ગત એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડયાને બાતમી મળી હતી કે હોકલાની વાડી પાસે અેક વ્યક્તિ પિસ્તોલ જેવુ મારક હથીયાર લઈને વેચવા માટે ફરે છે.

જ્યારે ગોધરા બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોસઇ આર.એમ. મુંધવા તથા સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. ત્યારે બાતમી આધારે કાયદેસર કરવા સુચના મળતા બે પંચોને સાથે રાખી તપાસ કરતા બાતમી વાળો જુલ્ફીકાર મેહસુઝ ધંત્યા ઉર્ફે કચુકા રહે.મલા કંમ્પાઉંડ ઝુબેર મજીદ પાસે ગોધરા મળી અાવ્યો હતો. તેની અંગ ઝડતી કરતા તેના પેન્ટના નેફામાંથી એક પિસ્તોલ મળી આવેલ જે પિસ્તોલની કિંમત રૂા.10000 ગણી તેની વિરુધ્ધ આર્મ એકટ અધિનિયમ 1959ની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...