તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઘોઘંબા તાલુકામાં માનવવસ્તીઅઓમાં દીપડાઓ ધુસીને માનવ પર હુમલાઓના કિસ્સા વધી રહ્યા છે. વન વીભાગ દ્વારા પાંજરાં મુકયા હોવા છતાં ખુનખાર દિપડો પકડાતો નથી. જેને લઇને આદમખોર દીપડાએ વધુ હુમલાઓ કરીને આંતક મચાવ્યો છે. શુક્રવારે રાતે 9 વાગ્યાની આસપાસ ઘોઘંબાના પાલ્લા ગામે રહેતા 8 વર્ષીય જનકકુમાર કરશનભાઇ રાઠવાને પેશાબ લાગતાં તેની માતા સાથે ધરની બહાર પેશાબ કરવા નીકળ્યા હતા. તેની માતાની સહેજ આગળ જતા ઝાડીઓમા સંતાયેલો દિપડાએ બાળક પર હુમલો કર્યો હતો. દીપડાએ પોતાના બાળક પર હુમલો કરતાં માતાએ બાળકને ખેચી લેતાં બાળકનો આબાદ બચાવ તો થયો હતો પણ દીપડાના હુમલાથી બાળકને ઇજાઓ થતાં તેને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પીટલ ખસેડાયો હતો. ઘોઘબા તાલુકામાં દીપડાઓના હુમલાના બનાવો વધી રહ્યા છે. વન વીભાગ પાસે અનુભવી કર્મીઓ ન હોવાથી આદમખોર દીપડો પાંજરે પુરાતો નથી. જેથી વન વીભાગ દ્વારા સ્પેશીયલ ટીમ બોલાવીને આદમખોર દીપડાને પકડવાની તજવીશ હાથ ધરવા ગામજનોની માંગ છે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.