તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ગોધરાની પરવડી ચોકડી પાસે મધ્યપ્રદેશથી રાજકોટ જતી લકઝરી બસે પલટી મારી

ગોધરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 30 મુસાફરો ભરેલી લકઝરી બસમાંથી 7 મુસાફરોને ઇજાઓ
 • લોકોએ ઇજાગ્રસ્તોને બહાર કાઢીને સારવાર અર્થે ખસેડ્યા
 • ગોધરા તાલુકા પોલીસ મથકે ફરાર ચાલક વિરુદ્ધ ફરિયાદ

ગોધરા પાસેની પરવડી ચોકડી પાસે અવાર નવાર ખાનગી ટ્રાવેલ્સ પલ્ટી થવાના અનેક બનાવો બને છે. ખાનગી ટ્રાવેલ્સના ચાલક બસને બેદરકારીથી હકારીને પરવડી ચોકડી પાસે વળાંક પાસે પલ્ટી ખવડાવીને મુસાફરોને ઇજાઓ પહોચાડે છે.

આવો જ બનાવ સોમવારે રાત્રે પરવડી ચોકડી પાસે બન્યો હતો. મધ્યપ્રદેશના જાબુંઆ ગામના જયરામ ભાઇ સિગાડ ,તેમનો 7 વર્ષનો પુત્ર રોશન તથા અન્યો રાજકોટ જતી શિવ દર્શન ટ્રાવેલ્સમાં બેસીને જેતપુર તરફ જવા બેસ્યા હતા. ખાનગી ટ્રાવેલ્સમાં 30 થી 35 મુસાફરો બેઠા હતા.

ટ્રાવેલ્સના ચાલકે પોતાના કબજાની બસને પુરપાટ હંકારીને ગોધરાના પરવડી રોડ ઉપર અમદાવાદ જવાના રોડ પર વળાંક લેતાં ચાલકનો સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતાં ટ્રાવેલ્સ રોડની સાઇડ પરના ખાડા માં પલટી ખાધી હતી. ટ્રાવેલ્સ પલ્ટી ખાતાં અંદર બેસેલા મુસાફરોની ચીસાચીસોથી આસપાસના રહીશો તથા રોડ પર જતાં વાહન ચાલકો દોડી આવીને ટ્રાવેલ્સમાંથી ઇજાગ્રસ્તો અને મુસાફરોને બહાર કાઢયા હતા. ખાનગી બસ પલ્ટી ખવડાવીને ચાલક નાસી ગયો હતો.

બસમાંથી 7 મુસાફરોને ઇજાઓ થતાં 108 મારફતે ગોધરા સિવિલ હોસ્પીટલ ખાતે લઇને સારવાર કરાવી હતી. જેમાં બે મુસાફરોને ગંભીર ઇજાઓ થતાં વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડાયા હતા. અક્સમાતને લઇને ડીવાયએસપી સહિતનો પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.

આ અંગેની જયરામભાઇ સિગાડે ગોધા તાલુકા પોલીસ મથકે ફરાર ચાલક વિરુદ્ધ ફરીયાદ નોધાવી હતી. પરવડી પાસે ટ્રાવેલ્સ પલ્ટી ખાતાં અંદર રોશન સિગાડ, જયરામ સિગાડ, મુકેશભાઇ ભોડીયા, વિનોદભાઇ,મમતા બેન, રીનાબેન ભોડીયા,તથા કરમાબેન નિનાવા નાઓનજે ઇજાઓ થઇ હતી.

ચાલકે દારૂ પીધાનો આક્ષેપ
મધ્યપ્રદેશથી મજૂર વર્ગને લઈને આવતી ખાનગી ટ્રાવેલ્સના ચાલક દારૂ પીઘેલો હોવાનો આક્ષેપ બસના મુસાફરો કર્યો હતો. ચાલક બસને ફુલ ઝઙપે અને બેફિકરાઈથી હંકારતા અકસ્માત સર્જાયો હતો. અગાઉ પણ આજ રોડ પર ખાનગી ટ્રાવેલ્સ ના અકસ્માત ના બનાવ બનેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો