પંચમહાલમાં કૈફી ઔષધ અને નશીલા પદાર્થના ઉપયોગ, હેરાફેરી, વેચાણ અને ઉત્પાદન અટકાવવા તથા તપાસ કરી કાર્યવાહી કરવા ઉચ્ચ અધિકારી દ્વારા માર્ગદર્શન અને સુચના આપવામાં આવી હતી. જે અંતર્ગત પંચમહાલ એસ.ઓ.જી પો.ઇન્સ. એમ.પી પંડયાને બાતમી મળી હતી કે ગોધરા તાલુકાના ટીંબામાં ગણેશ પ્રોવિઝન સ્ટોરમાં પોશ ડોડા રાખી તેનું છુટક વેંચાણ કરી નાર્કોટીકસને લગતી ગેરકાયદે પ્રવૃતિ કરવામાં આવી રહી છે.
બાતમીના આધારે એસ.ઓ.જી પો.ઇન્સ. તથા પોલીસ સ્ટાફના માણસો તથા બે સરકારી પંચોને સાથે રાખી ટીંબારોડ રેલ્વે સ્ટેશનની સામે આવેલ ગણેશ પ્રોવિઝન સ્ટોર ઉપર જઈ તપાસ કરતા સ્ટોરના માલિક પરીમલકુમાર ચિમનલાલ શાહ હાજર હતા. અને તેઓના સ્ટોરની ઝડતી તપાસ કરતા એક મિણીયા થેલામાંથી 3.041 કિલો ગ્રામનો પોશ ડોડાનો જથ્થો મળી આવેલ જેની કીંમત રૂા. 30410 ગણી સ્ટોરના માલિકને ઝડપી પાડવામાં આવ્યો હતો. અને તેના વિરુધ્ધ NDPS એકટ મુજબની કાંકણપુર પોલીસ મથકે ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.