પાવાગઢમાં કોરોનાની મહામારીને લઈ છેલ્લા ઘણા વખતથી યાત્રાળુઓની પાંખી હાજરી બાદ ગઇકાલે આઠમા નોરતે અંદાજિત બે લાખ જેટલા યાત્રાળુઓનું ઘોડાપૂર ધસી આવતાં તંત્ર પણ અવઢવમાં મુકાઈ ગયું હતું. શિખર પર ભીડના કારણે મંદિરમાં પગ મૂકવાની જગ્યા નહોતી. ભક્તોની ભીડનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
હૈયે હૈયું દળાય એવી ભીડનો આ વીડિયો સામે આવ્યો
ગુજરાતમાં નવરાત્રિના આઠમા નોરતે દેવીસ્થાનના દર્શનનું સવિશેષ મહત્ત્વ છે. ત્યારે પાવગઢ નિજ મંદિર નજીક ઊંચાઈએથી ઉતારેલો વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં ભક્તોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો છે.
ભક્તિમાં લોકો કોરોનાને પણ ભૂલી ગયા
હજારોની સંખ્યામાં ભકતોની ભીડ જોવા મળી રહી છે. હૈયે હૈયું દળાય એવી ભીડનો આ વીડિયો સામે આવ્યો છે. મા શક્તિની આરાધના અને ભક્તિમાં લોકો કોરોનાને પણ ભૂલી ગયા છે. ગત રોજ આસો સુદ આઠમ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. કાલે અંદાજે 2 લાખથી વધુ ભક્તોએ મા મહાકાળીનાં દર્શન કર્યાં હતાં. તો પરમ દિવસે રાત્રે વરસતા વરસાદમાં પણ પાવાગઢ ખાતે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ પાવાગઢમાં દર્શન માટે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.