કોરોના બેકાબૂ:પંચમહાલમાં વધુ 29 વિસ્તારો કલસ્ટરમુક્ત જાહેર કરાયા

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પંચમહાલ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ 29 વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કર્યો છે. જેમાં કાલોલ તાલુકાના બાકરોલ ગામમાં સમાવિષ્ટ શક્તિપુરા વિસ્તાર, ઘોઘંબા તાલુકા રણજિતનગર ગામમાં સમાવિષ્ટ મંદિર ફળિયું, શહેરા તાલુકાના બાહી ગામમાં સમાવિષ્ટ ગોયા ફળિયાનો વિસ્તાર, હાલોલ પાલિકામાં સમાવિષ્ટ પાવાગઢ રોડનો વિસ્તાર, વ્રજવાટિકા સોસાયટી વિસ્તાર, ઉમા સોસાયટીનો વિસ્તાર, સન સિટી-૦૨ વિસ્તાર, બરફ ફેક્ટરી (કંજરી રોડ) વિસ્તાર, રામેશ્વરનગર-02નો વિસ્તાર, શહેરા નગરપાલિકાનો વ્યાસવાડા વિસ્તાર, ગોધરા પાલિકામાં સમાવિષ્ટ રાયણવાડી-02નો વિસ્તાર, મહાવીર નગર-06નો વિસ્તાર, સહજાનંદ સોસાયટી-02નો વિસ્તાર, સૂર્યવિલા-02નો વિસ્તાર, ચેતનદાસ પ્લોટ-02નો વિસ્તાર, આશિષ સોસાયટી, કુસુમ વિવેકનગર-02નો વિસ્તાર, કાચબા પ્લોટ વિસ્તાર, રાયણવાડી-03 વિસ્તાર, ફખરી સોડા, ફાતેમા મસ્જિદ (સલામત સોસાયટીનો વિસ્તાર), આઈટીઆઈ પાસેનો વિસ્તાર, કાછિયાવાડ-06નો વિસ્તાર, આનંદનગરનો વિસ્તાર, મોદીની વાડી-03, મદીના સોસાયટી વિસ્તાર, ગોકુલ ટેનામેન્ટ વિસ્તાર, કાલોલ પાલિકામાં સમાવિષ્ટ વેજલપુર રોડનો વિસ્તાર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...