કોવિડ-19 અપડેટ:પંચમહાલમાં કોરોના સંક્રમણના વધુ 28 કેસ, કુલ આંક 1970

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 34 કોરોનાગ્રસ્ત દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતાં સક્રિય કેસોની સંખ્યા 251 થઈ

પંચમહાલ જિલ્લામાં બુધવારે કોરોના સંક્રમિતોના વધુ 28 નવા કેસો મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 1970 એ પહોંચી છે. નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી 13 કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી 15 કેસો મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી 4, હાલોલમાંથી 7 અને કાલોલમાંથી 2 કેસ મળી આવ્યા છે.શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 1568 કેસો નોંધાયા છે. જ્યારે ગોધરા શહેરમાંથી બુધવારે કોરોના સંક્રમીતોના અોછા કેસો મળતા હાલ પુરતો તંત્રએ હાશકારો મેળવ્યો છે. તેમ છતા શહેરીજનોએ સાવચેતી રાખવી ખુબજ જરૂરી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં ગોધરા ગ્રામ્યમાંથી 3, હાલોલ ગ્રામ્યમાંથી 6, ઘોઘમ્બા ગ્રામ્યમાંથી 1, કાલોલ ગ્રામ્યમાંથી 2, મોરવા હડફમાંથી 2 અને શહેરા ગ્રામ્યમાંથી 1 કેસ મળી આવતા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણના કેસોની કુલ સંખ્યા 402 થવા પામી છે. જેમા સારવાર બાદ સાજા થતા બુધવારે કુલ 34 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કોરોનાથી સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા 1619 પર પહોચી છે. જ્યારે જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 251 થઈ છે, જ્યારે હાલોલની સ્ટેટ બેકના કર્મચારી કોરોના પોઝિટીવ મળતા ગ્રાહકોમાં ડર જોવા મળ્યો છે.

કાલોલના નવાપુરમાં કોરોના સંક્રમીતોનો સતત વધારો થઇ રહ્યો છે. જ્યારે બીજી તરફ ગોધરાના ગ્રમ્ય વિસતાર એવા નદીસરમાં બે કેસ મળી આવ્યા છે. આમ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો ફેલાવો થતા ગ્રાજનોમાં ફફડાટ પેશી ગયો છે. હાલ તમામ કોરોના સંક્રમીતોની દવાખાનમાં સારવાર ચાલી રહી હોવાનું તંત્રએ જણાવ્યુ છે.

પંચમહાલમાં વધુ 62 વિસ્તારોને કલસ્ટરમુક્ત જાહેર કરાયા
પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એલ.બી બાંભણિયા દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ ૬૨ વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે.

મુક્ત કરાયેલ વિસ્તારોમાં શહેરા તાલુકામાં સમાવિષ્ટ વ્યાસડા-૦૨, વાળંદ ફળિયા (ગુણેલી ગામ), ખાંડા ફળિયા (ડેમલી ગામ), શહેરા નગરપાલિકામાં સમાવિષ્ટ પંચવટી સોસાયટી, સિંધી ચોકડી પાસેનો રોહિતવાસ વિસ્તાર, સિંધી ચોકડી, અણિયાદ ચોકડી, ગ્રીનપાર્ક વોર્ડ નં-૦૧, ગોધરા નગરપાલિકામાં સમાવિષ્ટ મુક્તાનંદ સોસાયટી, સિંધીની ચાલ (પાવરહાઉસ), ઝુલેલાલ સોસાયટી-૦૭ (રણછોડજીમંદિર વિસ્તાર), જહુરપુરા માર્કેટ -૦૨, પાવરહાઉસ-૦૨, કાછિયાવાડ-૦૫, પાર્વતીનગર-૦૩, ઝુલેલાલ સોસાયટી-૦૮, ગોન્દ્રા ક્વાટર્સ, સબજેલ વિસ્તાર, સૃષ્ટ ટેનામેન્ટ, સૈયદવાડા-૦૩, નવા બહારપુરા-૦૨, વૃંદાવન સોસાયટી-૦૩, પાર્વતીનગર-૦૨, હરિકૃષ્ણ સોસાયટી-૦૫, ચોખંડી પોળ (કાછિયાવાડ), સાંઈબાબા નગર (જાફરાબાદ), સહજાનંદ-૦૩, સહજાનંદ-૦૪ અને ૦૫, ઝુલેલાલ સોસાયટી-૦૬, પાર્વતીનગર-૧, સોમનાથ નગર, ઝુલેલાલ સોસાયટી, ઝુલેલાલ સોસાયટી-૦૫ , ગોધરા તાલુકાના વાવડી બુઝર્ગમાં સમાવિષ્ટબાપુનગર, હાલોલ પાલિકામાં સમાવિષ્ટ આમ્રપાલી-૦૧, મધુવન પાર્ક, પટેલ કોલોની, તુલસીધામ (પંચવટીનગર), ગોકુલધામ-૦૩, પાશ્વનાથ સોસાયટી-૩, વાલમ પાર્ક, શેરોન પાર્ક, ચંદ્રપુરા-૨, નીલકંઠ સોસાયટી (કંજરી રોડ), વેલવેટ સિનેમા (નિલકંઠ હોટેલ), નીતાનગર, આમ્રપાલી-૦૨ બી, મંગલમૂર્તિ-૦૨, નીતાનગર-૦૨, સનસિટી-૦૩ (કણજરી રોડ), આશિયાના- નવરંગ, જલારામ નગર (ગોવિંદપુરી), રણછોડનગર (ગીતાનગરની પાછળ), મનુસ્મૃતિ, જ્યોતિનગર-૦૨, પ્રેમ એસ્ટેટ, હાલોલ તાલુકામાં સમાવિષ્ટ વડા તળાવ ગામમાં સમાવિષ્ટ બારિયા ફળિયા, મસવાડ ગામનો નવી નગરી વિસ્તાર, રસૂલપુર ગામનું રાઠવા ફળિયું સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...