તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિઘા:ગોધરામાં બસ સ્ટેન્ડથી પ્રભાનાળા સુધીનો 58.77 કરોડનો ફલાય ઓવર બ્રિજ બનશે

ગોધરા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સિવિલ પાસેથી શરૂ થતો ફલાય ઓવર બ્રિજ ચર્ચ પાસેના ફલાય ઓવર સાથે જોડાશે
 • 3 વાર નકશા રદ થયા બાદ ચોથો નક્શો પાસ થતાં ફલાય ઓવર બ્રિજ હવે આકાર લેશે

ગોધરા શહેરમાં ફલાય અોવરની રાજયના વર્ષ 2019-20ના બજેટમાં જાહેરાત કરી હતી. શરુઅાતમાં ફલાય અોવર બ્રીજ 190 કરોડના હતો. જેમાં ભુરાવાવથી ચાચર ચોક સુધીનો હતો. તે ના મંજુર થયા બાદ ફલાય અોરવ બ્રીજનું બજેટ કોરોનાને લીધે ધટાડી દેવામાં અાવ્યું હતું. ત્યાર બાદ 90 કરોડના ખર્ચ બનાવવા માટે ફલાય અોવર બ્રીજની મંજુરી માટે પ્રસ્તાવ મોકલ્યો તેને પણ ના માંજુર કર્યા હતો. અામ ત્રણ ત્રણ વાર ફલાયઅોવરના પ્રસ્તાવ ના મંજુર થયા બાદ જિલ્લા કલેકટરે નવી ડીઝાઇન સાથેનો નવો ફલાય અોવર બ્રીજનો પ્રસ્તાર મોકલ્યો હતો.

જે મંજુર થતાં ગોધરા શહેરમાં રુા. 58.77 કરોડના ખર્ચે ફલાય અોવર બ્રીજ બનશે જેના માટે પ્રાદેશિક કમીશનરને દસ ટકા લેખે રૂા. 5 કરોડ ફાળવી દેવામાં અાવ્યા છે. અા ફલાય અોવર ગોધરાના લાલબાગ બસ સ્ટેન્ડથી દાહોદ રોડ પરના પ્રભાકોતર પાસેના અમુલ પાર્લર સુધીનો બનશે તેમજ બીજો વડોદરા રોડ ઉપર સિવિલ હોસ્પીટલ પાસેથી ફલાય અોવર બ્રીજ શરૂ થઇ ચર્ચ પાસેના ફલાય અોવર સાથે જોડાઇ જશે.

અામ દાહોદ રોડ અને વડોદરા રોડ તરફનો ફલાય અોવર બ્રીજ બનતાં ગાંધી પેટ્રોલપંપ પાસેનો અને ગાંધી ચોક પાસેનો ટ્રાફીક થી છુટકારો મળશે.ફલાય અોવર બ્રીજથી વાહનો બસ સ્ટેન્ડ પાસે ઉતરીને અમદાવાદ કે લુણાવાડા જવા જુનો રેલ્વે બ્રીજ પરથી જઇ શકશે. ફલાય અોવર બ્રીજ મંજુર થતાં ગોધરા શહેરના ટ્રાફીકની સમસ્યામાંથી અાશીક છુટકારો મળશે.પરંતુ અાચાર સહીતા બાદ 58.77 કરોડનો ફલાય અોવર બ્રીજ અાકાર લેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો