તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓડિયો વાઇરલ:પેટ્રોલના ભાવના ભડકાની ઝારની આગ શહેરા કોંગ્રેસના બે અગ્રણીઓમાં લાગી

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બળદગાડાના કાર્યક્રમને લઇને બે કાર્યકરો ફોન પર બાખડ્યા
  • તખતસિંહ ચાૈહાણ અને દુષ્યંત ચાૈહાણ અેકબીજાને અપશબ્દો બોલતો ઓડિયો વાઇરલ

દેશમાં પેટ્રોલ, ગેસ, ડીઝલના ભાવ અાસમાને પહોચતાં કોગ્રેસ દ્વારા રાજયભરમાં સરકારનો વિરોધ કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો. જેના અનુસંધાને શહેરા કોગ્રેસ દ્વારા પેટ્રોલના ભાવમાં થયેલા ભડકાનો કાર્યક્રમ અનોખો રીતે વિરોધ પ્રદર્શન કરીને બળદગાડું કાઢીને કર્યો હતો.

જેને લઇને પંચમહાલ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ તખતસિંહ સોલંકી અને ગત 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં શહેરા બેઠક પરના કોગ્રેસના હારેલા ઉમેદવાર દુષ્યંત ચૌહાણનો ફોન પરની વાતચીતનો અોડિયો પંચમહાલ જિલ્લામાં વાઇરલ થયો હતો.

દુષ્યંત ચાેહાણે તખતસિંહને કરેલા ફોનની વાઇરલ અોડિયો ક્લીપમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા બાબતે આવેદનપત્ર આપવા માટે બળદગાડુ કોણ લાવ્યું તે મુદ્દાને લઈને બંને વચ્ચે ગાળાગાળી થઇ હતી. વાઇરલ અોડિયોમાં દુષ્યંત ચૌહાણ દારૂ પીધેલી અવસ્થામાં હોવાનો પણ આક્ષેપ તખતસિહ સોલંકીઅે કર્યો હતો.અા અોડિય કલીપમાં કોંગ્રેસના બે અગ્રણીઅોઅે સાંભળી ના શકાય તેવી ગાળોનો વરસાદ અેકબીજા પર કર્યો હતો. ત્યારે પેટ્રોલના ભાવ વધારાની ઝાર શહેરા કોગ્રેસમાં લાગતાં ભડકો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...