કાર્યવાહી:ગોધરામાં બાઇક ઉપર ક્રિકેટનો સટ્ટો રમાડતો સટોડિયો ઝડપાયો

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ.70 હજારનો મુદ્દામાલ કબજે કરીને બે સામે કાર્યવાહી

ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં યોગેશ્વર સોસાયટીની સોમનાથ નગરમાં એક ઈસમ બાઈક પર બેસીને આઈપીએલ મેચ પર ક્રિકેટ સટ્ટો રમી રમાડી રહ્યો છે. તેવી બાતમી અેસઅોજી પીઅાઇ અેમ.કે. ખાંટને મળતા પોલીસે ભુરાવાવની સોમનાથ સોસાયટીમાં બાઇક ઉપર ક્રિકેટનો સટ્ટો રમાડતો ગિરીશ તારાચંદ રામવાણીને પકડી પાડયો હતો. પોલીસ દ્વારા તેની પાસે રહેલા ફોનની ચકાસણી કરતા ફોનમાંથી કિકેટ સટ્ટાને લગતી અેપ મળી અાવી હતી. અેપમાં યુઝર અાઇડી અને પાસવર્ડ નાખતાં લોગીન અેરર અાવી હતી.

પોલીસે ગીરીશ રામવાણીને પકડી અેપનો યુઝર અને પાસવર્ડને અશોક ઉફે અસુ ઉફે મારુતી રામચંદ્ર ભાગચંદાણીઅે માસ્ટર અાઇડીથી અાઇડી બ્લોક કરી દીધી હતી. પકડાયેલા ગીરીશભાઇની પુછપરછ કરતાં તેને જણાવેલું કે અશોક ઉફે મારુતી ભાગચંદાણીઅે અાઇપીઅેલ મેચની અેપની અાઇડી અને પાસવર્ડ મોકલતાં અેપમાં રૂા.85 હજાર જમા કરાવ્યા હતા.

અા અેપ પર ક્રીકેટનો સટ્ટો રમી રમાડીને કમિશન લેતો હતો. પોલીસે તેને પાસેથી ક્રીકેટ સટ્ટાના ગ્રાહકો પાસેથી લીધેલા કમીશનના રૂા.40170 મળતાં પોલીસે રોકડ રકમ, અેક મોબાઇલ તથા બાઇક મળીને કુલ રૂા.70170નો મુદ્દામાલ કબજે કરીને બંને સામે ગોધરાના અે ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોધી હતી.

અન્ય સમાચારો પણ છે...