તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પંચમહાલ જિ.માં બુધવારે કોરોનાનો એક કેસ નોંધાયાે

ગોધરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કુલ આંક 9607 થયો
  • 2 દર્દીઓને રજા અપાઇ, સક્રિય 1 કેસ

પંચમહાલ જિલ્લામાં બુધવારે કોરોનાનો અેક કેસ નોધાતા જિલ્લામાં કોરોના કુલ 9607 કેસ થયા હતા. બુધવારે 2 દર્દી સંક્રમણને માત આપી સ્વગૃહે પરત ફર્યા હતા. આ સાથે જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા 1 થવા પામી છે. અત્યાર સુધી કુલ 9607 દર્દીઓ કોરોનાના નોંધાયા છે, જે પૈકી 9420 દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે.

ગોધરા શહેરમાંથી 1 કોરોના પોઝીટીવ કેસ મળી અાવતાં શહેરી વિસ્તારોમાં 5527 અને ગ્રામ્ય વિસ્તારોમાં 4080 કેસ નોંધાયા છે. જિલ્લામાં કોવિડથી 71 અને નોનકોવિડથી 119 દર્દીઅો મૃત્યુ પામ્યા હતા. જિલ્લામાં બુધવારે રસીકરણ બંધ રહયું હતું. અત્યાર સુઘી જિલ્લામાં કુલ 455939 લોકોનું રસીકરણ થયું હતું.

મહીસાગરમાં સતત 17મા દિવસે કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો
લુણાવાડા. મહીસાગર જિલ્લામાં સતત સત્તરમાં દિવસે એકપણ કેસ ન નોંધાતા મહીસાગર જિલ્લો કોરોનામુકત રહ્યો છે. જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 7491 કેસ પોઝિટિવ નોધાયા છે. તથા હાલ જિલ્લામાં એકપણ દર્દી સારવાર હેઠળ નથી. આમ, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 7418 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 22 વ્યક્તિનું મૃત્યુ થયા છે.

દાહોદમાં 15 દિ’માં 23,344 સેમ્પલો લેવાયા : તમામના રિપોર્ટ નેગેટિવ
દાહોદ જિલ્લામાં 23,000 ઉપરાંત સેમ્પલોના પરીક્ષણમાં છેલ્લા એક પખવાડિયાથી એકેય નવો કેસ નથી નોંધાયો. તા.23.6થી તા.7.7ના આખા પખવાડિયા દરમ્યાન દાહોદ જિલ્લામાં આર.ટી.પી. સી.આર.ના 19,389 અને રેપીડના 3955 મળીને કુલ 23,344 સેમ્પલો લેવાયા હતા.જે તમામના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્ર અને પ્રજાજનોમાં રાહતની લાગણી વ્યાપી છે.

ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લામાં તા.27 થી 29 જુનના ત્રણ દિવસ Rtpcr ના એકેય સેમ્પલ લેવાયા ન હતા તો તા.1 જુલાઈ, રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે ના દિવસે બંને પ્રકારના મળીને આખા પખવાડિયા દરમ્યાન હાઈએસ્ટ 3840 સેમ્પલો લેવાયા હતા. બુધવારે પણ દાહોદમાં શૂન્ય કેસ નોંધાયા. દાહોદ જિલ્લામાં તા.7.7.’21 ને બુધવારે Rtpcr ટેસ્ટના 2212 સેમ્પલો અને રેપીડના 232 સેમ્પલોના તમામ રિપોર્ટ નેગેટિવ હોવાનું નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...