તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભયમુક્ત:ગોધરામાં પાલિકા દ્વારા 110 વર્ષ જૂના જર્જરિત મકાનને ઉતારી લેવામાં આવ્યું

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોધરામાં નગર પાલિકા દ્વારા જૂના જર્જરિત મકાનોને ઉતારવાની કામગીરી અંતર્ગત શુક્રવારે એક મકાન ઉતારી લેવામાં આવ્યું હતું. - Divya Bhaskar
ગોધરામાં નગર પાલિકા દ્વારા જૂના જર્જરિત મકાનોને ઉતારવાની કામગીરી અંતર્ગત શુક્રવારે એક મકાન ઉતારી લેવામાં આવ્યું હતું.
  • પાલિકા ટીમે જોખમી ભાગ તોડી નાખીને ભયમુક્ત મકાન બનાવ્યું

ગોધરા નગરપાલિકાના દ્વારા થોડા દિવસ પૂર્વે ગોધરા શહેરમાં આવેલા જુના જર્જરિત, અતિ જોખમી મકાનો ચોમાસા પહેલા ઉતારવા માટે મકાનમાલિકને નગર પાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી.

બીજી તરફ ગોધરા નગરપાલિકા ટીમ દ્વારા આવા જર્જરિત મકાનો ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગોધરા નગર પાલિકા હદના વિવિધ વિસ્તારોના જોખમી મકાનો ઉતરવાની ઝુબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્ટેશન રોડ, શહેરા ભાગોળ ફાટક સહીતના વિસ્તારોમાં આવેલા 10 થી વધુ જર્જરિત જોખમી મકાનો આવેલા છે. સાવચેતીના ભાગ રૂપે સ્ટેશન રોડ તથા શહેરા ભાગોળ ફાટક પાસેના જોખમી મકાનનો જર્જરિત ભાગ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે શુક્રવારે પાલીકાની ટીમ દ્વારા સોનીવાડમાં અાવેલા 110 વર્ષ જુના સદામસ બિલ્ડીંગને તોડવાની કામગીરી શરૂ કરી હતી.

આ જોખમી મકાનના જર્જરિત ભાગને ઉતારીને ભયમુક્ત કર્યું હતુ. ગોધરાના જોખમી મકાનનો જર્જરીત ભાગને પાલિકા નગર નિયોજન અધિકારી સહીતની ટીમે જોખમી મકાન ઉતારવાની મુહિમ ચાલુ કરી છે.

અન્ય સમાચારો પણ છે...