તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ફતાકાકાના મુવાડામાં નાચવાની અદાવતે જાનૈયાઓ પર 9નો હુમલો

ગોધરા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ગોધરા તાલુકા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઇ
 • જાનમાં અન્ય ફળિયાના ઇસમને પગ વાગતા ઝઘડો થયો

ગોધરા તાલુકાના કરસાણા ગામે રહેતા કિરણકુમાર બારીયાના કુટુંબી કાકા સર્જનભાઈના લગ્નમાં કુટુંબના સભ્યો ડીજે પર નાચી રહ્યા હતા. જેમાં બાજુના ફળિયામાં રહેતા કેટલાક વ્યક્તિઓ પણ આવ્યા હતા. જે દરમિયાન નાચતા નાચતા દિલીપ રાયસિંગભાઈનો પગ બાજુના ફળીયાના કિરીટભાઈને વાગી ગયો હતો. જેને લઇને કિરીટભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ઝઘડો કર્યો હતો. પરંતુ લગ્ન હોવાને લઈને લોકોએ વચ્ચે પડીને ઝઘડો શાંત કરાવ્યો હતો. બીજા દિવસે સર્જનભાઈની જાન લઇને રાત્રીના 11 વાગ્યાના અરસામાં જાનૈયાઓ ખાંડિયા ગામે જવા નીકળ્યા હતા.

ત્યારે જાનૈયાઓની ઇકો ગાડી ફતાકાકાના મુવાડા ગામના મુખ્ય રોડ પાસે આવતા અજિત ભોપત, કિરીટ ભોપત, શારદાબેન ભોપત, ભોપત પારસિંગભાઈ, રાજેશ ડાહ્યાભાઈ, શૈલેષ અમરસિંહ, ગોપાલ ગમેર ભાઈ, અનુપ સાલમનો છોકરો ગેદો અને મહેશ રંગીત નામના ઈસમો દ્વારા ઝઘડાની અદાવત રાખીને રોક્યા હતા. ગાડી ઉભી રાખીને અજિત, કિરીટ, અને રાજેશ નામના ઈસમો દ્વારા કિરણ બારીયાને ગડદાપાટુંનો માર મારવામાં આવ્યો હતો. બીજી તરફ મહેશ અને ગોપાલ નામના ઈસમોએ કિરણ ભાઈને ગાડીનો બીજી તરફનો દરવાજો ખોલીને મારવા લાગ્યા હતા.

ટોળામાં રહેલા શૈલેષ, ગેદો, ભોપતભાઈ અને શારદાબેને જણાવ્યું હતું કે રાતે અમારા માણસોને લાત મારો છો અને આજે અમારા આંગણેથી જાન લઈ જાવ છો, તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યા હતા. બીજી તરફ ગાડીમાં બેઠેલ અન્ય ઇસમોને પણ મારવા લાગ્યા હતા બાદમાં ઇકો ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ગોધરા તાલુકા પોલીસ મથકે 9 જેટલા ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો