વિતરણ:પંચમહાલ જિ.ના શાળાના બાળકોને 8.59 કરોડ ફૂડ એલાઉન્સ ચૂકવાશે

ગોધરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 8652 કિલો ઘઉં અને ચોખાનું વિતરણ ચાલુ માસમાં કરાશે

કોવિડ-19ના કારણે અત્યાર સુધી શૈક્ષણિક કાર્ય બંધ છે ત્યારે આ સમયગાળા દરમિયાન બાળકોની રોગ પ્રતિકારક શક્તિ જળવાઈ રહે માટે મધ્યાહન ભોજનના વિકલ્પ તરીકે અનાજ અને કૂકિંગ કોસ્ટની રકમ બાળકોને ફૂડ એલાઉન્સની ચૂકવણી કરાય છે. સરકાર દ્વારા ઓગષ્ટ-2021થી ઓક્ટોબર-21 સુધીના કુલ 71 શાળાના દિવસો માટે ધોરણ-1થી 5નાં બાળકોને પ્રતિ દિન 50 ગ્રામ ઘઉં અને 50 ગ્રામ ચોખા તથા ધોરણ-6 થી 8નાં બાળકોને પ્રતિ દિન 75 ગ્રામ ઘઉં અને 75 ગ્રામ ચોખા આપવાની તેમજ કૂકિંગ કોસ્ટ તરીકે ધોરણ 1થી 5નાં બાળકોને દૈનિક રૂ.4.97 અને ધોરણ 6થી 8નાં બાળકોને દૈનિક રૂ.7.45ની ચૂકવણીની જોગવાઈ કરાઇ છે.

ધોરણ 1થી 5માં બાળક દીઠ કૂકિંગ કોસ્ટ પેટે રૂ.352.87 અને ધો.6થી 8માં લાભાર્થી દીઠ રૂ.528.95 લેખે બાળકોના બેન્ક એકાઉન્ટમાં જમા કરાશે. ધોરણ1 થી 5નાં 1,33,195 બાળકોને રૂ.470.05 લાખ અને ધોરણ-6થી 8નાં 73,686 બાળકોને 389.76 લાખ ફૂડ સિક્યુરીટી એલાઉન્સની રકમ ચુકવાશે. 71 શાળા દિવસો માટે ધો. 1થી 5માં લાભાર્થી દીઠ 3.550 કિલો ઘઉં, 3.550 કિલો ચોખા તથા ધો. 6થી 8માં લાભાર્થી દીઠ 5.325 કિલો ઘઉં અને 5.325 કિલો ચોખા અપાશે. 8652.20 કિલો ઘઉં અને તેટલા જ ચોખાનું વિતરણ ચાલુ માસના અંત સુધીમાં પૂર્ણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...