પુજા અર્ચના:ગોધરામાં દિવાળી-બેસતાવર્ષને વધાવવા 8 હજાર કિલો ગલગોટાના ફૂલ લવાયા

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લુણાવાડામાં દિવાળી ટાળે ઠેરઠેર સાફ સફાઈ કરાઇ - Divya Bhaskar
લુણાવાડામાં દિવાળી ટાળે ઠેરઠેર સાફ સફાઈ કરાઇ
  • ગત વર્ષે ફૂલોના વેપારને કોરોનાનું ગ્રહણ લાગતાં અા વર્ષે સારા ધંધાની અાશા

હિન્દુ ધર્મમાં તહેવાર કે કોઇ પણ પુજા અર્ચનામાં ફૂલોનું મહત્વ હોય છે. દશેરા હોય કે દિવાળી જેવા મોટા તહેવારમંા ગલગોટા , ગુલાબ સહીતની ફૂલોની ભારે માંગ હોય છે. દિપાવલી અને બેસતાવર્ષે લોકો પુજામાં, દુકાનો સજાવવામાં તથા વાહનો પર ગલગોટાના હાર પહેરાવવાનું શુભ માને છે. ગત વર્ષે કોરોના મહામારીને લીધે ગલગોટાનો વેપાર મંદો હતો. પણ અા વર્ષે કોરોનાના કેસ અોછા છતાં દિપાવલી અને નવાવર્ષની ઉજવણી કરવા લોકો થનથનીરહ્યા છે. ત્યારે દિપાવલી અને બેસતાવર્ષે ગોધરા શહેરમાં 8 હજાર કિલો ગલગોટાના ફૂલોનું વેચાણ થશે તેવુ ફૂલોના વેપારીઅો જણાવી રહ્યા છે.

ગોધરા શહેરમાં 10 જેટલી ફૂલોની મોટી દુકાનો અાવેલી છે. તેમજ દીપાવલી તથા બેસતાવર્ષે ભુરાવાવ, બસ સ્ટેન્ડ પાસે, બી.વી પેટ્રોલપંપ સહિત વિસ્તારોમાં દીપાવળીની અાગળી રાતે લારીઅોમાં તથા પથારા પાથરી ગલગોટાના ફૂલો લઇને અડ્ડો જમાવી દે છે. બે દીવસમાં શહેરમાં ફૂલોની દુકાનો અને લારીઅોમાં થઇને 8 હજાર કિલો જેટલો ગલગોટાના ફૂલોનું વેચાણ થશે ગત વર્ષ કરતાં ગલગોટાના નાના ફૂલોથી લઇને મોટા ફૂલોમાં 5 થી 10 રૂ વધારો થતાં અા વર્ષે 30 થી 40 રૂ કિલોના ભાવે ગલગોટાના ફૂલો વેચાણ થશે તેમ વેપારી જણાવી રહ્યા છે.

ત્યારે ગલગોટા ફૂલો સાથે 800 કિલો જેટલા ગુલાબના ફૂલોનું વેચાણ શહેરમાં થશે જેનો ઉપયોગ પૂજા અનુે ચોપડા પૂજનમાં વધુ થયા છે. દિવાળીની અાગલી રાતથી શહેરના રસ્તાઅો પણ ગલગોટાના ફૂલો વેચાણ ગરીબવર્ગ લારીઅો લઇને ઉભા રહેશે.

અન્ય સમાચારો પણ છે...