તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામું:ગોધરાની પરવડી ચોકડીથી ભામૈયા ચોકડી સુધી બનતા ફોર લેન રોડ માટે 800 વૃક્ષોનું નિકદંન

ગોધરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
તા.4થી 6 ડિસે. અને 11 થી 13 ડિસે. એમ 6 દિવસ સુધી ટ્રાફિક ડાઇવર્ટ કરવામાં આવ્યો - Divya Bhaskar
તા.4થી 6 ડિસે. અને 11 થી 13 ડિસે. એમ 6 દિવસ સુધી ટ્રાફિક ડાઇવર્ટ કરવામાં આવ્યો
 • રૂા. 15 કરોડમાં ફોર લેન રોડ આકાર થઇ રહ્યો છે : 28 લાખના ખર્ચે 800 જેટલા વૃક્ષો કાપશે

ગોધરા શહેરની અાસપાસથી બાયપાસ રોડ પસાર થઇ રહ્યો છે. અા બાયપાસ રોડ સુધી જવા શહેરમાં જવા સીગલ રોડ હોવાની અવાર નવાર અકસ્માતના બનાવ બનતા હતા. જેને લઇને ગોધરાના ધારાસભ્ય દ્વારા રજુઅાત કરવા પરવડી ચોકડીથી ભામૈયા ચોકડી સુધી ફોર લેન રોડની મંજુરી મળી જતાં કુલ 15 કરોડના ખર્ચે નવિન ફોર લેન રોડ બનવા જઇ રહ્યો છે. પરંતુ| અા સિંગલ રોડને ફોરલેન રોડ બનાવવા અનેક વૃક્ષો નડતર રૂપ બનતા હોવાથી વન વિભાગની મંજુરી મળતાં પરવડીથી ભામેયા સુધીના 800 જેટલા વુક્ષો કાપવા ની કાર્યવાહી શરુ કરી હતી. આ વૃક્ષો કાપવા 28 લાખનો કોન્ટ્રાકટર અાપવામાં આવ્યો છે. શરૂઆતમાં પરવડીથી પ્રભાના નાળા સુધી વૃક્ષો કાપી નાખીને ફોર લેન રોડ બનવાની કામગીરી શરૂ થઇ ગઇ છે.

હવે ભામૈયા ચોકડીથી ભુરાવાવ ચોકડી સુધીના ફોર લેન રોડ બનાવવાની કામગીરી શરૂ કરતાં પહેલા ગોધરા અમદાવાદ રોડ પરના ભુરાવાવથી ભામૈયા સુધીના રોડ પાસેના વૃક્ષો કાપવા જિલ્લા કલેકટરે રસ્તો ત્રણ ત્રણ દિવસ અેમ 6 દિવસ સુધી અવરજવર માટે બંધ કરીને ટ્રાફીકને ડાયવર્ટ કર્યો હતો. પરંતું અમદાવાદ રોડના સીમલા ગેરેજ વિસ્તારમાં 60 વર્ષ જુના વૃક્ષોનું નિકંદન કરવાનું શરૂ કરતાં અનેક લોકો જોવા ઉમટી પડયા હતા. કારણે કે આ વૃક્ષોને લીધે શીતળ છાયા મળતી હતી. પણ હવે વૃક્ષોના છેદનથી હવે ઠંડક મળતી બંધ થઇ થશે. આ 800 વૃક્ષોને કપાતા સામે બીજા બમણા વૃક્ષો વાવવા જોઇઅે તેવી માંગ પર્યાવરણ વાદીઅો ઉઠી છે.

ગોધરા અમદાવાદ રોડની પાસેના વૃક્ષો કાપવા રોડ બંધ રાખવા કલેકટરે જાહેરનામું બહાર પાડયું
ગોધરા અમદાવાદ રોડની પાસેના વૃક્ષો કાપવા રોડ બંધ રાખવા કલેકટરે જાહેરનામું બહાર પાડયું

6 દિવસ અમદાવાદ જતો ટ્રાફિક ડાયવર્ટ કરાવા જાહેરનામું
ભામૈયાં બાયપાસ સુધીનો રોડ ફોર લેન કરવાની કામગીરી લઇને જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડયુ હતુ|. જેમાં ગોધરા શહેરના શિમલા વિસ્તારમાં આવેલા જોખમી વૃક્ષો આગામી દિવસોમાં કાપવામાં આવશે, જેને લઇને ગોધરા અમદાવાદ તરફ નો ટ્રાફિક લુણાવાડા બાયપાસ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે, આગામી 4 ડિસેમ્બર થી 6 ડિસેમ્બર અને 11 ડિસેમ્બર થી 13 ડિસેમ્બર એમ છ દિવસ સુધી અમદાવાદ તરફ જતા ટ્રાફિક ને વાયા ભુરાવાવ ચોકડી પંચમહાલ ડેરી બાયપાસ માર્ગ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે, તે જ રીતે અમદાવાદ તરફથી આવતા વાહનોને ભમૈયા બાયપાસ થઈ લુણાવાડા બાયપાસ થઈ પંચમહાલ ડેરી થઈ ભુરાવાવ તરફ ડાયવર્ટ કરીને ભુરાવાવથી ભામૈયાનો રોડ અવર જવર માટે બંધ કરાયો હતો.

વાહન ચાલકોને વધુ 7 કિમીનો ફેરો પડશે
ભામૈયા થી ભુરાવાવનો રોડ વૃક્ષોના કટીંગના લીધે બંધ કરવામાં અાવ્યો છે. 6 દિવસ માટે રોડ બંધ થતાં ટ્રાફિકને ડેરી થઇ બાયપાસ હાઇવે તરફ ડાયવર્ટ કરાયો છે. અામ ભુરાવાવથી ભામૈયા સુધીના 5 કીમી જેટલું કાપવા ભુરાવાવ ચોકડીથી ડેરી પરથી બાયપાસ રોડથી ભામૈયા ના ડાયવર્ટ રોડ પર 12 કી.મી જેટલું અંતર કાપવું પડશે. જેથી વાહન ચાલકોને 6 દિવસ માટે વધુ 7 કી.મી નો ફેરો પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો