તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પંચમહાલમાં કોરોનાના 8 કેસ, કુલ આંક 9540

ગોધરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 16 દર્દીઓ સ્વગૃહે પરત ફર્યા, સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 87 થઇ

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણનું જોર સતત ઘટી રહ્યું છે. રવિવારે કોવિડ-19 સંક્રમણના નવા 8 કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 9540 થવા પામી છે. રવિવારે 16 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 87 થવા પામી છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસો પૈકી ગોધરા શહેરમાંથી 1 અને હાલોલ શહેરમાંથી 3 કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાંથી મળી આવેલા કેસોની સંખ્યા 5498 થઈ છે.

ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવેલા કેસો જોઈએ તો ગોધરા ગ્રામ્યમાંથી 1 કેસ, હાલોલ ગ્રામ્યમાંથી 2 કેસ અને શહેરા ગ્રામ્યમાંથી 01 કેસ મળી આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવતા કેસની સંખ્યા 4042 થવા પામી છે. સારવાર બાદ સાજા થતા રવીવારે કુલ 16 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 9251 થવા પામી છે

મહીસાગર જિલ્લો : ​​​​​​​રવિવારે 5 પોઝિટિવ સામે 28 દર્દી સ્વસ્થ થયા, 123 હાલ સારવાર હેઠળ
લુણાવાડા; મહીસાગરમાં રવિવારે લુણાવાડા તાલુકામાં 2, સંતરામપુર તાલુકામાં 3 લોકોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ મળી અાવતા કોરોનાના કુલ 7453 કેસ પોઝીટીવ નોંધાયા છે. જિલ્‍લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાના 5, ખાનપુર તાલુકાના 3, લુણાવાડા તાલુકાના 13, સંતરામપુર તાલુકાના 4 અને વિરપુર તાલુકાના 3 દર્દીઓએ કોરોનાને મ્‍હાત આપતાં તેમને રવિવારે રજા આપવામાં અાવતા જિલ્લામાં કુલ 7257 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 22 વ્યક્તિનું મૃત્યુ થયા છે.

દાહોદ જિલ્લાે : રવિવારે નવા 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
દાહોદ જિલ્લામાં રવિવારે સંજેલીના નવા 2 કેસ નોંધાયા હતા. દાહોદ જિલ્લામાં શનિવારે Rtpcr ટેસ્ટના 2446 અને રેપીડના 455 સેમ્પલો પૈકી 2 સંક્રમિત હોવાનું નોંધાયું હતો. આ સાથે તા.6.6.’21 ના રોજ જિલ્લામાં સાજા થયેલા 11લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. તો એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 47 થઈ જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...