પેટા ચૂંટણી:372 પંચાયતની ચુંટણીમાં 7.33 લાખ નાગરિકો મતાધિકાર ઉપયોગ કરશે, 1111 મત પેટીઓમાં બેલેટ પેપરથી મતદાન કરશે

ગોધરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંચમહાલમાં 8 ગ્રામ પચાયતમાં પેટા ચૂંટણી યોજાશે

પંચમહાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાં જિલ્લા તંત્ર ચુંટણીના કામે લાગી ગયા છે. અાચારસંહીતાની અમલવારી સહિત ગ્રામ પચાયતના બુથો ઉભા કરવાનો ધમધમાટ શરૂ થયો છે. 372 ગ્રામ પંચાયત અને 8 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી 19 મી ડિસેમ્બરે યોજાશે. પંચાયતની ચૂંટણીમાં 7,33,618 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. અા ચૂંટણીમાં બેલેટ પેપરથી મત અાપવાના હોવાથી મતદાન બુથ પર 1111 મતપેટીઅો મુકાશે. 372 પંચાયતોની ચૂંટણીમાં મુરતીયાઅો અાગામી 4 ડીસેમ્બર સુઘી ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરનાર છે.

રોટેશન મુજબ 250 કરતા વઘુ ગ્રામ પંચાયતોની સીટ પર બેઠક ફરફાર થયા છે. ચુંટણીમાં શાંતીપુર્ણ રીતે મતદાન કરવા 3267 વોર્ડમાં 903 મતદાન મથકો ઉભા કરીને મતદાન મથકો પર 2011 પોલીસ કર્મચારી તૈનાત રહેશે. ચુંટણીમાં ઉમેદાવારી કરવા ગામે ગામે ખાટલા મીટીંગો શરૂ થઇ ગઇ છે. હાલોલ તાલુકાની 8 ગ્રામ પંચાયતોમાં 3 સરપંચ અને 7 વોર્ડ સભ્યો માટે પેટા ચૂંટણી યોજાશે. જેમાં 7482 મતદાતાઅો મતાધિકારનો ઉપગોય કરશે.

સરપંચ પદ માટે રૂા.1000 અને સભ્યપદ માટે ડિપોઝીટ પેટે રૂા.500 નક્કી કરાયા
જિલ્લામાં ગ્રામપંચાયતની ચુંટણીમાં સામાન્ય સરપંચ ઉમેદવાર માટે રૂા.1000 અને સભ્ય માટે રૂા.500 ડીપોઝીટ નક્કી કરાઇ છે. તેમજ અનૂસુચીત જાતિ, અનુસૂચિત અાદિજાતી તથા સામાજીક શૈક્ષણીક રીતે પછાત સરપંચ ઉમેદવાર માટે રૂા.500 અને સભ્ય માટે રૂા.250 ડીપોઝીટ ભરવાની રહેશે. ઉમેદવારોના ચૂંટણી ખર્ચમાં 12 વોર્ડ સુઘી રૂા.10,000, 13 થી 22 વોર્ડ સુઘી રૂા.20,000 અને 23 થી વઘુ વોર્ડ હોય તો રૂા.30,000નો ખર્ચ કરી શકશે.

તાલુકાપંચાયતની સંખ્યામતદાન મથકોપુરુષ મતદારસ્ત્રી મતદારકુલ
ગોધરા712157950675840155346
કાલોલ44102513074852299829
હાલોલ731455421749368103585
ઘોઘંબા641405961755106114773
જાંબુઘોડા2441153531429829651
મોરવા(હ)3896484084705995467
શહેરા581646923565732134967

દાહોદમાં પંચાયતની ચૂંટણીનો ધમધમાટ
દાહોદ જિલ્લામાં પંચાયતની ચૂંટણીઓ દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. હર્ષિત ગોસાવીએ આદેશ કર્યો હતો કે, પાકરક્ષણ તથા સ્વરક્ષણ કે અન્ય હેતુ માટેના પરવાના ધરાવતા તમામ પરવાનેદારોને તેઓના હથિયાર અને કારતુસ-દારૂગોળો તા.22 નવેમ્બરના આદેશના દિવસથી આગામી તા. 24 ડિસેમ્બર સુધી પોલીસ મથકે જમા કરાવે. ચૂંટણીની પ્રક્રિયા બાદ નિયમોનુસાર હથિયાર પરત કરાશે. પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા વાહનની પરવાનગી સંબધિત ચૂંટણી અધિકારી પાસેથી લેવાની રહેશે. તેમજ પરમીટ વાહનની વિન્ડ સ્ક્રિન પર યોગ્ય રીતે દેખાય તે રીતે ચોટાડવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...