તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોવિડ સેન્ટરની લિફ્ટ અટકી:ગોધરા સિવિલની લિફ્ટ બંધ થતાં 7 લોકો અડધો કલાક ફસાયા; ફાયર વિભાગે મહામહેનતે બહાર કાઢ્યા, 2 દિવસ પહેલાં રીપેર કરી હતી

ગોધરા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
લિફ્ટ ખોટકાતા સાત લોકો લિફ્ટમાં ફસાઈ ગયા હતા - Divya Bhaskar
લિફ્ટ ખોટકાતા સાત લોકો લિફ્ટમાં ફસાઈ ગયા હતા

ગોધરા સિવિલ હોસ્પિટલમાં બેદરકારીની અનેક ઘટનાઓ બનતી રહે છે. કયારેક કુતરું નવજાતને ખેંચી જાય કે પછી દર્દી ઇલેક્ટરીક ડીપી પર ચઢી જવાના બનાવો બનતા સિવિલની બેદરકારી દેખાઇ આવી હતી. ત્યારે ગોધરા સિવીલ હોસ્પિટલની કોવિડ સેન્ટરની લીફટ બંધ થવાની ઘટનાએ વઘુ એક બેદરકારી બહાર આવી હતી.

મહામહેનતે દરવાજો તોડી રહેલા ફાયર વિભાગના કર્મીઓ
મહામહેનતે દરવાજો તોડી રહેલા ફાયર વિભાગના કર્મીઓ

7 લોકો અડધો કલાક ફસાયા
ગોધરાના કોવિડ સેન્ટરની લિફટ અવારનવાર ખોટવાઇ જતી હતી. જેને લઇને સિવિલ પ્રશાસન દ્વારા લીફટને બે દિવસ પહેલા જ રીપેરીંગ કરાવી હતી. હવે એ જોવાનું રહ્યું કે લીફ્ટ ચાલુ કરવાનું કેટલું બિલ ચુકવાયુ હશે તે તો ભગવાન જાણે પણ લીફ્ટ રીપેરીંગ થયા બાદ બે દિવસમાં લીફ્ટ બંધ થઇ જતાં દર્દી સહીત 7 વ્યક્તિઓ અડધો કલાક ફસાયા હતા.

લિફ્ટમાં ફસાયેલા લોકો
લિફ્ટમાં ફસાયેલા લોકો

ટેક્નિકલ કારણોસર લિફ્ટ બંધ થઈ
સોમવારે ગોધરા કોવિડ સેન્ટરની લિફ્ટમાં બપોરે કોરોના દર્દી સહીત 7 જણા ત્રીજા માળે કોવિડના વોર્ડમાં જતા હતા. તે દરમ્યાન અચાનક ટેક્નિકલ કારણોસર લીફ્ટ ખોટવાઇ ગઇ હતી. લીફટની અંદરના ઇમરજન્સી એલાર્મ દબાવવા છતાં કોઇ મદદે ન આવ્યું હતું. લીફટમાં ફસાયેલી મહિલાએ આખરે અન્યને ફોન કરતાં ગોધરા ફાયર વિભાગના કર્મીઓ દોડી આવ્યા હતા.

તમામના જીવ તાળવે ચોં​​​​​​​ટી ગયા હતા
​​​​​​​ફાયરકર્મીઓએ ભારે જહેમત બાદ લીફ્ટનો દરવાજો તોડીને એક બાદ એક 7 જણાને બહાર કાઢયા હતા. 30 મીનીટ સુધી લીફટમાં ફસાઇ જતાં કોરોના પેશન્ટ સહિત 7ના જીવ તાળવે ચોંટી ગયા હતા. ત્યારે ગોધરા સિવિલ હોસ્પિટલ અને કોવિડ સેન્ટરની ટેકનિકલ કામગીરીની બેદરકારી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો