તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના @ 641:પંચમહાલમાં કોરોના સંક્રમણના નવા 7 કેસ, જિલ્લામાં સક્રિય કેસોની સંખ્યા 201

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

પંચમહાલ જિલ્લામાં શુક્રવારે કોવિડ-૧૯ સંક્રમણના 7 નવા કેસ મળી આવતા કોવિડ-૧૯ સંક્રમણના કુલ કેસની સંખ્યા 641 એ પહોંચી છે. ગોધરા શહેરમાંથી 3, કાલોલના 3 તથા મોરવા(હ) 1 કોરોના પોઝીટીવ નોધાયા હતા. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 528 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણના કેસોની કુલ સંખ્યા 113 થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ 18 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કોરોનાથી સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા 398 થવા પામી છે. જિલ્લામાં સક્રિય કેસોની સંખ્યા 201 છે, જેમની સારવાર ચાલી રહી છે.

કુલ 12,013 સેમ્પલ્સ લેવાયા છે. જે પૈકી 11,639 સેમ્પલ્સ નેગેટીવ રહ્યા છે અને 641ના સેમ્પલ્સ પોઝિટીવ આવ્યા છે. જિલ્લાના કુલ 3,905 વ્યક્તિને હોમ ક્વોરેન્ટાઈન રાખ્યા છે જ્યારે હળવા લક્ષણ ધરાવતા 33 કોરોનાગ્રસ્તને હોમ આઈસોલેટ કરી સારવાર આપી રહી છે. ધોધંબામાં એક જ પરિવારના 3 સભ્યોને બે દિવસ અગાઉ કોરોના પોઝેટીવ અાવ્યો હતો જેમા પરીવારના મોભી એવા પ્રવીણભાઈ છેડાભાઈ વરીયાનુ અચાનક શ્વાસમા તકલીફ પડતા શુક્રવારે વધુ સારવાર માટે વડોદરા ખાતે તેમનુ અવસાન થયુ હતુ અને તંત્રઅે કોરોના નિયમોને અંતર્ગત મૃતકના અંતિમ સંસ્કાર કર્યા હતા

કોરોનાગ્રસ્તોના નામ
ગોધરા : હિતેષ નારાયણભાઇ ચાપાનેરીયા ભોઇવાડા અંકલેશ્વર મહાદેવ રોડ ગોધરા, શાંતિલાલ હિંમતભાઇ રાવલ સત્યમ સોસાયટી બામરોલી રોડ ગોધરા, શબ્બીર ઇબ્રાહીમ ટીટી સેસન કોર્ટ સામે ગોધરા કાલોલ : પ્રજ્ઞનેશ શશીકાંત ગાંધી ગાંધી ફળીયા કાલોલ, અતુલકુમાર કાંતિલાલ ગાંધી જૈન દેરાસર પાસે વેજલપુર કાલોલ, રાકેશ સુરસિંહ રાઠવા રોયન કાલોલ મોરવા(હ) : રાયસિંગ મનસુખ ચારેલ આશ્રમ ફળીયુ મોરા

અન્ય સમાચારો પણ છે...