તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જિલ્લામાં કોરોનાના સક્રિય 7 કેસ

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચમહાલ જિલ્લામાં રવિવારે કોરોનાના 2 કેસ નોંધાતાં કુલ આંક 9606

પંચમહાલ જિલ્લામાં રવિવારે કોરોનાના 2 કેસ નોધાતાં જિલ્લામાં કોરોના કુલ 9606 કેસ થવા પામ્યા હતા. 3 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા 7 થવા પામી છે. જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે.

જિલ્લાના શહેરી વિસ્તારોઅોમાં ગોધરા શહેરમાં 1 કોરોના કેસ મળી અાવતાં શહેરી વિસ્તારોમાં કેસની સંખ્યા 5526 થઈ છે. જયારે ગ્રામ્ય વિસતારમાં મોરવા(હ) તાલુકામાં અેક કોરોના કેસ મળી અાવતાં ગ્રામીણ વિસ્તારમાંથી કોરોના કુલ કેસની સંખ્યા 4080 થવા પામી છે. 9413 દર્દીઓ કોરોનાને માત આપીને સ્વગૃહે પરત ફર્યા હતા.

જિલ્લામાં કોવિડથી 71 અને નોન કોવિડથી 119 દર્દીઅો મૃત્યુ પામ્યા હતા. જિલ્લામાં લોકોનુ વેકસિનેશ ચાલી રહ્યું છે. રવિવારે 994 વ્યક્તિઅોઅે રસી મુકાવતા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 413691 વ્યક્તિઅોઅે રસી મુકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...