તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પંચમહાલમાં 100 દર્દીને રજા આપતાં 6249 સાજા થયા

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના 112 કેસ નોંધાતાં કુલ 7756

પંચમહાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ 112 કેસ નોધાતા કુલ 7756 કેસ થયા હતા. શહેરી વિસ્તારમાં ગોધરા શહેરમાં 40 કોરોના કેસ નોધાતા કુલ 4880 કેસ નોધાયા હતા. જયારે ગ્રામ્યમાં ગોધરા 20, હાલોલ 1 , ઘોઘંબા 16, મોરવા(હ) 10 તથા શહેરા 25 કોરોના દર્દીઅો મળી અાવતં ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કુલ 2876 કેસ થયા હતા.

સોમવારે કોરોનાને માત અાપીને 100 દર્દીઅો સાજા થતાં તેઅોને રજા અપાઇ હતી. જિલ્લામાં 6249 કોરોના દર્દીઅો સાજા થયા હતા. જિલ્લામાં કોરોના 1331 સક્રીય દર્દીઅો હાઇ સારવાર લઇ રહ્યા છે. જિલ્લામાં કોવિડથી 71 અને નોન કવિડથી 110 કોરોના દર્દીઅો મૃત્યુ પામ્યા હતા. જિલ્લામાં સોમવારે 45 વર્ષથી ઉપરના 944 વ્યક્તિઅોઅે રસી મુકાવી હતી. અામ જિલ્લામાં કુલ 254034 વ્યક્તિઅોઅે રસીકરણ કરાવ્યું હતું.

કાલોલમાં તા.12થી 24 મે સુધી સવારે 6થી બપોરે 2 સુધી દુકાનો ખુલ્લી રખાશે
કાલોલ તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી સેજલબેન સંગાડા, ચીફ ઓફિસર મહેન્દ્ર સોલંકી, પી.એસ.આઇ, પ્રમુખ શેફાલી બેન તથા વેપારીઅો તથા લારી ગલ્લા વાળાની હાજરીમાં સોમવારે અેક બેઠકનું અાયોજન કરવામાં અાવ્યુ હતુ . જેમા કાલોલ નગરમાં તારીખ 12 થી 24 મે સુધી સવારના 6 થી 2 સુધી દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય સર્વ સંમતિથી કરવામાં આવ્યો હતો. તથા મંગળવારે નગરમાં ગુમાસ્તાધારાનો ચૂસ્તપણે અમલ કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...