બીજા દિવસે ચૂંટણી:વિરણીયા તથા દેલોચમાં બીજા દિવસે યોજાયેલી ચૂંટણીમાં 61.81% મતદાન

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેલેટ પેપરમાં ચિહ્ન ખોટું છપાતાં ચૂંટણી રદ કરીને બીજા દિવસે યોજાઇ

વીરણીયા અને દેલોચ પંચાયતના સરપંચના ઉમેદવારનું ચુંટણી ચિન્હ બેલેટ પેપરમાં બદલાઇ જતાં ચુંટણી રદ કરીને બીજા દિવસે યોજવાનો નિર્ણય ચૂંટણી અધીકારીઅે લીધો હતો. વિરણીયા ગ્રામ પંચાયતના સરપંચ પંચના ઉમેદવાર નિશાબેન જસવંત ઘોડ દ્વારા બેલેટ પેપરમાં ચિન્હ ખોટું છપાયુ હોવાને લઇ ચૂંટણી વિભાગમાં રજુઆત કરવામાં આવી હતી. તો આ તરફ બેલેટ પેપરમાં ચૂંટણી ચિન્હ ખોટું છપાયું હોવાનું ચૂંટણી વિભાગ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યું આવ્યું.

તાત્કાલિક અસરથી મોરવા હડફના વિરણીયા અને દેલોચ ગ્રામ પંચાયતના સરપંચ પદ માટેના મતદાન રદ્દ કરવા અને 20 ડિસેમ્બરે ફરી મતદાન યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. સોમવારે મોરવા હડફના વિરણિયા અને દેલોચ ગ્રામ પંચાયતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતુ.

જોકે ગઈ કાલની જેમ આજે પણ મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ બંને ગ્રામ પંચાયતોના મતદાન મથકમાં મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. મોરવા(હ)ની 2 ગ્રામ પંચાયતોની પુન: યોજાયેલી ચૂંટણીમાં 61.81 ટકા મતદાન થયું હતું. મોરવા હડફની 2 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં નોંધાયેલા 4148 મતદારો પૈકી 2564 મતદારોએ મત આપ્યો હતો. ટકાવારીની રીતે 60.15 ટકા પુરૂષ મતદારો અને 63.53 મહિલા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...