તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:પંચમહાલમાં 1 સપ્તાહમાં 594 દર્દીઓએ કોરોનાને હરાવ્યો, કુલ 5621 સાજા થયા

ગોધરા/લુણાવાડા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 178 રેકોર્ડ કોરોનાગ્રસ્તોએ માત આપી, 776 સક્રિય કેસ સારવાર હેઠળ
 • સોમવારે કોરોના પોઝિટિવના વધુ 56 કેસ નોંધાતા કુલ આંક 6567 થયો
 • સાજા થવાનો રીકવરી રેટ વધતા કોવિડમાં બેડની સુવિધાઅો અન્ય દર્દીઓને મળી

પંચમહાલ જિલ્લામાં છેલ્લા અેક માસથી કોરોના સંક્રમણ વધતાં કોરોના કેસ રેર્કોર્ડ સ્તરે પહોચ્યો હતો. તેની સામે છેલ્લા સાત દિવસથી જિલ્લામાં કોરોના દર્દીઅો સાજા થતાં રીકવરી રેટ પણ વઘી રહ્યો છે. જિલ્લામાં કોરોના કેસ વધવાની સામે કોરોના દર્દીઅો કોરોના હરાવીને સ્વસ્થ થઇ રહ્યા છે. જિલ્લામાં અેક અઠવાડીયામાં કોરોના 594 દર્દીઅોઅે કોરોનાને માત અાપીને સાજા થયા છે. જેમાં સોમવારે અેક સાથે 178 કોરોના દર્દીઅોઅે કોરોનાને હરાવ્યો હતો. અેક બાજુ કોવિડ સેન્ટરોમાંથી કોરોના દર્દીઅો સાજા થતાં હોસ્પીટલોમાં બેડની સુવિધા અન્યોને મળતાં તંત્રઅે રાહત નો દમ લીધો હતો.

સોમવારે જિલ્લામાં કોરોના 56 કેસ નોધાતા કોરોના કુલ 6567 કેસ થયા હતા. જેમાં શહેરી વિસ્તારો ગોધરા 17 અને હાલોલમાં 8 કોરોના કેસ નોધાતાં કુલ શહેરી વિસ્તારમાં 4389 કેસ નોધાયા હતા. જયારે ગ્રામીણ વિસ્તાર ગોધરા 4, હાલોલ 3, કાલોલ 11 મોરવા(હ) 9 , ઘોઘંબા 3 તથા જાબુઘોડા 1 કોરોના કેસ મળી અાવતાં ગ્રામ્યકક્ષાઅે કોરોના કુલ 2178 કેસ મળી અાવ્યા હતા. સોમવારે 178 કોરોના દર્દીઅોઅે કોરોનાને માત અાપતા તેઅોને રજા અાપવામાં અાવી હતી.

જિલ્લામકાં કુલ 5621 કોરોના દર્દીઅો સાજા થયા હતા. જિલ્લામાં 776 કોરોના સક્રીય દર્દીઅો સારવાર હેઠળ છે. કોવિડથી 71 અને નોનકોવિડથી 104 કોરોના દર્દીઅો મૃત્યુ પામ્યા હતા. જિલ્લામાં વેક્સિનેશની રફતાર ઘીમી પડી રહેતાં સોમવારે 45 વર્ષથી ઉપર 103 વ્યક્તિઅોઅે રસી મુકાવી હતી. જિલ્લામાં કુલ 250846 વ્યક્તીઅોઅે રસી મુકાવી હતી.

ગોધરા સિવિલ હોસ્પિટલમાં RT- PCR લેબમાં ટેસ્ટિંગ શરૂ થયું
ગોધરા સિવિલ હોસ્પીટલમાં કરોડો ના ખર્ચે કોરોના RT- PCR ટેસ્ટનું મશીન કાર્યરત થતાં જિલ્લાવાસીઅોમાં અાંનદ ફેલાયો છે. સિવિલ ખાતે ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા ટેસ્ટીંગ લેબનો શુભારંભ કર્યો હતો. RT- PCR લેબમાં હાલ તો રોજ 500 જેટલા કોવિડ ટેસ્ટ થઇ રહ્યા છે. હાલ સ્ટાફ અપુરતો હોવાથી ટેસ્ટીંગ પ્રક્રિયા ધીમી ચાલી રહી છે. રોજ પહેલા રોજ 1500 જેટલા RT- PCR ટેસ્ટ ના સેમ્પલ લઇને અમદાવાદ મોકલવામાં અાવતાં હવે ગોધરામાં RT- PCR ટેસ્ટ શરૂ થતાં સમયનો બચાવ થતાં ટેસ્ટનુ| પરીમાણ વહેલુ| મળતાં સમયસર કોરોના નિદાન શરૂ થઇ જાય છે.

મહીસાગર જિલ્લામાં 169 પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંક 4800 થયો
મહીસાગર જિલ્લામાં સોમવારે બાલાસિનોર તાલુકામાં 64, કડાણા તાલુકામાં 8, ખાનપુર તાલુકામાં 20, લુણાવાડા તાલુકામાં 35, સંતરામપુર તાલુકામાં 22 અને વિરપુર તાલુકામાં 20 લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ અાવતા જિલ્લામાં કોરોનાના કુલ 4800 કેસ પોઝીટીવ નોધાયા છે. જિલ્લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકામાં 22, કડાણા તાલુકામાં 11, ખાનપુર તાલુકામાં 10, લુણાવાડા તાલુકામાં 20, સંતરામપુર તાલુકામાં 16 અને વિરપુર તાલુકામાં 14 મળી કુલ 93 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતાં જિલ્લાંમાં અત્યાર સુધીમાં કુલ 3468 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.

જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 20 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 40 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 60 મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલફલુ / કોરોનાના કુલ 206392 લોકોના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 578 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો