તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:પંચમહાલમાં શનિવારે 55 પોઝિટિવ, 85 સાજા થયા

ગોધરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં કોરોનાના કુલ 6475 કેસ, કોરોનાના 929 દર્દીઓ હાલ સારવારમાં
  • જિલ્લામાં કોવિડથી 71 અને નોન કોવિડથી 104 દર્દીના મોત

પંચમહાલમાં શનિવારે કોરોના સંક્રમણના 55 કેસ નોધાતાં જિલ્લામાં કોરોના કુલ 6475 કેસ થયા હતા.શહેરી વિસ્તારોમાં ફક્ત ગોધરા શહેરમાંથી 13 કોરોના કેસ મળતા કોરોનાના કુલ 4344 કેસ થયા હતા. જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગોધરામાં 4, હાલોલમાં 10, કાલોલમાં 24, ઘોઘંબામાં 2, જાંબુઘોડામાં 1 તથા શહેરામાં 1 કેસ નોંધાતા ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કુલ 2131 કેસ નોધાયા હતા.

ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારે જિલ્લામાંથી 85 કોરોના દર્દીઅો સાજા થતાં તેઅોને રજા અપાતા કુલ 5376 કોરોના દર્દીઅો સાજા થયા હતા. હાલ કોરોના 929 સક્રીય કેસો છે જેમની સારવાર ચાલી રહી છે. જિલ્લામાં કોવિડથી 71 અને નોન કોવિડથી 104 કોરોના દર્દીઅો મૃત્યુ પામ્યા હતા. જિલ્લામાં કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. શનિવારે 45 વર્ષથી વઘુ ઉમરવાળા 734 વ્યક્તિઓએ કોરોનાની રસી મુકાવતા કુલ 250637 વ્યક્તિઓએ કોરોનાની વેક્સિન મુકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો