કોરોના સામેનું અસરકારક શસ્ત્ર સાબિત થઈ છે અને હાલમાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ફ્રન્ટ લાઈન વર્કર્સ, હેલ્થ વર્કર્સ તથા 60 વર્ષથી વધુની વય ધરાવતા અને અન્ય બિમારી ધરાવતા વયસ્કોને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાનાં અભિયાનનો શુભારંભ કર્યો છે. પંચમહાલમાં પણ પ્રિકોશન ડોઝ કે જે બૂસ્ટર ડોઝ તરીકે પણ ઓળખાય છે તે આપવાની શરૂઆત થઈ છે. પંચમહાલ કલેક્ટર સુજલ મયાત્રાએ મંગળવારે તેલંગ સ્કૂલ ખાતે અને પોલિસ વડા ડો. લીના પાટિલે દલુની વાડી પ્રા. શાળા ખાતે વેક્સિનનો પ્રિકોશન ડોઝ લઈ અન્યોને પણ પ્રોત્સાહિત કર્યા હતાં.
વેક્સિન લીધા બાદ કલેક્ટરે જે લોકો બૂસ્ટર ડોઝ માટે લાયક છે તેવા તમામને વહેલી તકે બુસ્ટર ડોઝ મૂકાવવા અપીલ કરી હતી. તમામ વરિષ્ઠ અધિકારીઓએ રસી મૂકાવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે વેક્સીનેશન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને કોરોના સંક્રમણની ઘાતક અસરો સામે રક્ષણ આપનારી છે. જેથી દરેકે પોતે અને આસપાસનાં દરેક લોકોને કોરોનાની વેક્સીન મુકાવી સુરક્ષિત બનવું જોઇએ. કોરોનાની ત્રીજી લહેરમાં કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા પ્રિકોશન ડોઝ અતિ મહત્વનો હોવાનું જણાવી જિલ્લાનાં મહત્તમ વયસ્કો, હેલ્થ કેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને વહેલી તકે આ પ્રિકોશન ડોઝ લેવા માટે અનુરોધ કર્યો હતો.
જિલ્લામાં 15થી 18 વર્ષની વયના સ્કૂલના બાળકોને પણ વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે, ત્યારે વાલીઓને પણ જાગૃત બની તેમના બાળકોને રસી મૂકાવી કોરોના સામે બાળકોને સુરક્ષિત કરવાના અભિયાનમાં સક્રિય સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. જિલ્લામાં 15થી 18 વર્ષનાં કુલ 38,514 બાળકોને રસીનો પ્રથમ ડોઝ અને 5,074 નાગરિકોને પ્રિકોશન ડોઝ આપી દેવાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.