તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા રદ કરતાં ગુચવાળો:પંચમહાલમાં ધો-12ના 10716ને માસ પ્રમોશન સામે કોલેજોમાં 5000 બેઠકો

ગોધરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોલેજોમાં પૂરતી બેઠકો ન હોવાથી ખાનગી કોલેજોને ઘીકેળાં થશે
  • ધો.12ની પરીક્ષા રદ થતાં કોલેજમાં પ્રવેશ લેવો પડકાર બનશે

ધોરણ 10ના વિદ્યાર્થીઅોને માસ પ્રમોશન અાપ્યા બાદ સરકાર દ્વારા ધોરણ 12 ના વિદ્યાર્થીઅોની પરીક્ષા રદ કરતાં ગુચવાળો ઉભો થયો હતો. ધોરોણ 12 ની પરીક્ષા રદ કરતા તમામ વિદ્યાર્થીઅોને માસ પ્રમોશન અાપવામાં અાપતા શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સીટી સંલગ્ન જિલ્લાની કોલેજોમાં પ્રવેશની સ્મસ્યાઅો ઉભી થવાની શકયાતાઅો જોવાઇ રહી છે. જિલ્લાના ધોરણ 12 ના સામન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ તથા અાર્ટસના કુલ 10716 વિદ્યાર્થીઅોની પરીક્ષા રદ થતાં તમામને માસ પ્રમોશન મળશે તેવી શકયતાઅો વચ્ચે પંચમહાલ જિલ્લાની કોલેજોમાં અેફ. વાયના વર્ગો વધારવા પડે તેવી નોબત અાવી છે.

જિલ્લાની કોલેજોમાં અેફવાયના તમામ વિષયની 5 હજાર બેઠકો છે. અને જો માસ પ્રમોશન વાળા 10 હજાર વિદ્યાર્થીઅો માંથી 60 ટકા જેટલા વિદ્યાર્થીઅો કોલેજોમાં પ્રવેશ લેવા ઉમટી પડે તો પ્રવેશને લઇને ભારે અવ્યવસ્થા ઉભી થઇ શકે તેમ છે. વિદ્યાર્થીઅોઅે પુરુ વર્ષ અોનલાઇન અભ્યાસ કર્યા બાદ પરીક્ષાની તારીખો જાહેર થયા બાદ પરીક્ષા રદ થતાં હોશિયાર વિદ્યાર્થીઅોમાં મુંઝાયા હતા.

જયારે શિક્ષણ વિભાગ દ્વારા હજુ ધોરણ 10 ની માર્કશીટ અાપી નથી. ત્યારે ધોરણ 12 ના વિદ્યાર્થીઅોની પરીક્ષા રદ થતાં શિક્ષણ વિભાગ માટે કપરા ચઢાણ સમાન બનશે. ધોરણ 12ના 10 હજાર કરતા વઘુ વિદ્યાર્થીઅોને અેફવાયના અભ્યાસ માટે કોલેજમાં પ્રવેશ અાપવા વઘુ સ્ટાફ અને વર્ગની જરુરીયાત વધારવી પડે તેમ છે.

વિદ્યાર્થીઅોની માર્કશીટ કયા અાધારે બનશે તેની જાહેરાત થઇ નથી
જિલ્લાના ધોરણ 12 ના સામાન્ય પ્રવાહના 8282, સાયન્સના 1362 અને અાર્ટસના 1072 વિદ્યાર્થીઅોની પરીક્ષા રદ થતાં માસ પ્રમોશન અાપવુ પડશે. જેને જિલ્લાની કોલેજો સામે 5 હજાર બેઠકો છે. હજુ તો ધોરણ 12ના રીપીટર વિદ્યાર્થીઅો માટે કોઇ જાહેરાત કરાઇ નથી. યુનિ. દ્વારા વર્ગ વધારે તો કોલેજમાં પ્રવેશ સરળ બનશે. ત્યારે ધોરણ 12 ના વિદ્યાર્થીઅોની માર્કશીટ કયા અાધારે બનશે તેની જાહેરાત થઇ નથી . કોલેજ દ્વારા પ્રવેશ પરીક્ષા લઇને પ્રવેશ અાપવામાં અાવશે તેમ લાગી રહ્યું છે.

કોલેજોની વ્યવસ્થાના અાધારે વર્ગની મંજૂરી અાપવામાં આવશે
યુનિ.ની સંલગ્ન કોલેજોમાં પ્રથમ વર્ષ માટે ધોરણ 12 ના વિદ્યાર્થીઅોની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન અાપતાં પ્રવેશ માટે ધસારો વધી શકે તેમ છે. જો જિલ્લાની કોલેજોમાં નવિન વર્ગ માટે વ્યવસ્થા હશે તો તેવી કોલેજો નવા વર્ગની માંગણી કરવામાં અાવશે તો કોલેજોની વ્યવસ્થાના અાધારે મંજૂરી અાપશે.-પ્રો. પ્રતાપસિંહ ચાૈહાણ, કુલપતિ, ગોવિંદ ગુરુ યુનિ..

અન્ય સમાચારો પણ છે...