જીવલેણ રોગ:પંચમહાલમાં GBSના વધુ 5 કેસ નોંધાયા

ગોધરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોદરાની હોસ્પિટલમાં સારવાર લેતા GBSના 5 દર્દીઅો સ્વસ્થ થયા
  • ​​​​​​​રિપોર્ટ અાવ્યા બાદ રોગ બેક્ટેરિયા કે વાઇરસથી ફેલાય છે તેની જાણ થશે

ગોધરા શહેરના ભુરાવાવ સહીત વિવિધ વિસ્તારમાં જીવલેણ રોગ GBS રોગના દર્દીઅો મળી અાવ્યા છે. અામ તો અા રોગ અેક લાખની વસ્તીમાં ફક્ત અેકને થાય છે. પરંતુ કોરોના બાદ ગુલીયન બેરી સિન્ડ્રોમસ નામના રોગે માથું ઉચકતા ગોધરામાંથી 13 GBS રોગના દર્દીઅો નોધાતા તેઅોને વડોદરા ખાતે સારવાર માટે ખસેડાયા હતા. ત્યારે GBS રોગના નવા વધુ 5 દર્દીઅો મળી અાવતાં કુલ 18 કેસ થયા હતા. જેમાથી 5 દર્દીઅો સાજા થતાં તેઅોને રજા અાપી દેવાઇ છે. GBSના 18 દર્દીઅોમાં 13 બાળકો અને 5 પુખ્ત વયનાઅોનો સમાવેશ થયો છે.

ગોધરા સહીત અાસપાસના ગામમાં GBS રોગના દર્દીઅો મળી અાવતાં અારોગ્ય વિભાગે સર્વેલન્સની કામગીરી કરાવી હતી. અા રોગ કયા કારણથી ફેલાઇ રહ્યું છે. તેને શોધવા વડોદરાથી મેડીકલ ટીમ પણ અાવી હતી. તેમજ GBS રોગને લઇને અારોગ્ય મંત્રી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઇને રોગની સારવાર જરૂર પડશેતો ગોધરા સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં અાવશે તેમ જણાવેલ હતું. ત્યારે કોરોના થમતાં હવે GBS રોગે માથું ઉચકતાં અારોગ્ય વિભાગ GBS રોગના દર્દીઅો કયા કારણથી વધી રહ્યા હોવાનું કારણ શોધી રહ્યા છે. GBS રોગ ફેલાતાં સાચવેતી રાખવી જરૂરી બન્યું છે.

GBSમાં પગથી પેરાલિસીસ ચાલુ થયા છે
જીબીઅેસ રોગ થવા તો શરીરની અેન્ટીબોડીઝ પોતાના કોષને ડેમેજ કરે છે. શરીરની નર્સોના પહેલાના અાવરણને કોઇ રીઅેકશનથી અેન્ટીબોડીઝ બગાડે છે. જેથી નસોના કનેકશન તુટી જાય છે. જેના કારણે પગથી પેરાલીસીસ ચાલુ થયા છે. છેલ્લે ગળાના અને શ્વાસના સ્નાયુઅોને પેરાલીસીલ કરે છે. જેથી દર્દીને વેન્ટીલેટર પર રાખવો પડે છે.

અેની કોઇ સારવાર નથી ફક્ત ઇન્જેકશન મુકીને સારવાર કરવી પડે છે. અા રોગ થવાના અનેક કારણો હોય શકે છે. દર્દીને પહેલા ફીવર કે ડાયેરીયા થયા હોય તો 10 દિવસ બાદ શરીરના બેકટેરીયા રોગ થઇ શકે છે.મચ્છક કે ઝીકા વાયરસથી પણ રોગ થઇ શકે છે. લોહીના નમુલા લઇને રોગ બેકટેરીયા કે વાયરસ થયો છે કે નહિ તેની જાણ થયા >ડો. ઇશાંત મોદી,અેમ.ડી, ફીઝીશીયન

અન્ય સમાચારો પણ છે...