તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાર્થીઓમાં ખુશી:ગોધરા ખાતેની શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના 41006 વિદ્યાર્થીને મેરિટ આધારિત પ્રોગ્રેશનનો લાભ મળશે

ગોધરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને લઇ લેવાયેલો નિર્ણય, વિવિધ ફેકલ્ટીના સેમિસ્ટર 2 તથા 4 ના વિદ્યાર્થીઓમાં ખુશી

ગુજરાતમાં કોરોના સંક્રમણની બીજી લહેરે હાહાકાર મચાવી દેતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં મળેલી કોર કમિટીની બેઠકે ધોરણ 1 થી 9 તથા 11માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઅોને માત્ર આ વર્ષ પૂરતું માસ પ્રમોસન અાપવાનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય લીધો હતો. ત્યારબાદ રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓને કોવિડ-19ની વર્તમાન સ્થિતીમાં સેમીસ્ટર 2, 4 તથા જ્યા 6 ઇન્ટરમિડીયેટ હોય તેવા વિદ્યાર્થીઓને મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન અાપવાનો નિર્ણય લેવામાં અાવ્યો હતો.

જેમા યુનિવર્સિટી-કોલેજો દ્વારા પ્રાયોગિક પરીક્ષા લેવામાં નહિં આવી હોય તો ત્યાં 50 ટકા ગુણ આંતરિક મુલ્યાંકનના આધારે અને બાકીના 50 ટકા ગુણ તુરંતના અગાઉના પ્રિવીયસ સેમિસ્ટરના આધારે ગણાશે. તથા જ્યા પ્રાયોગિક પરીક્ષા લેવાઇ હશે તેવા કિસ્સામાં પરીક્ષામાં મેળવેલા ખરેખર ગુણ ધ્યાને લેવાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. જે અંતર્ગત ગોધરાની શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સીટીના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચાૈહાણે જણાવ્યુ હતુ કે યુનિવર્સીટી સંલગ્ન 150 ઉપરાંત કોલેજોમાં ચાલતા વિવિધ ફેકલ્ટીમાં સેમિસ્ટર 2 તથા 4માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઅોને મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન અાપવામાં અાવશે.

જે અંગેની સરકારે જાહેર કરેલ મુલ્યાંકનની ગણતરી ચાલી રહી છે. જેનો લાભ યુનિ. સંલગ્ન 150 ઉપરાંત કોલેજના સેમિસ્ટર 2 તથા 4ના કુલ 41006 વિદ્યાર્થીઅોને મેરિટ બેઇઝડ પ્રોગ્રેશનનો લાભ મળશે. જેને કારણે સેમિસ્ટર 2 તથા 4ના વિદ્યાર્થીઅોમાં ખુશી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...