ભાસ્કર વિશેષ:પંચમહાલ જિલ્લાના 30 જુદા-જુદા કેન્દ્રો પર 4028 બાળકોએ શિષ્યવૃત્તિની પરીક્ષા આપી

ગોધરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરીક્ષા દરમિયાન બાળકોએ કોવિડની ગાઇડલાઇનનું પાલન કર્યું હતું

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. જે અનુસંધાને પંચમહાલ જિલ્લામાં શિક્ષણ વહીવટી તંત્ર દ્વારા સફળતાપૂર્વક પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષાનું આયોજન જિલ્લાના 30 કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું. જિલ્લાના જુદા જુદા ૩૦ કેન્દ્રો ઉપર કુલ 4028 પ્રાથમિક પ્રાથમિક વિભાગના બાળકો અને 529 માધ્યમિક વિભાગના બાળકોએ શિષ્યવૃત્તિ પરીક્ષા માં ભાગ લીધો.

બાળકોને શાળા કક્ષાએ જાહેર પરીક્ષાનો અનુભવ થાય તે માટે જિલ્લાના શિક્ષકો દ્વારા વધુમાં વધુ બાળકો આ પરીક્ષામાં ભાગ લે તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે મોટી સંખ્યામાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગના બાળકોએ શિષ્યવૃતિ પરીક્ષામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ. સમગ્ર પરીક્ષા દરમિયાન બાળકોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા જરૂરી તકેદારીના પગલા લીધા હતા.

કોવિડ-19ની પરિસ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન કરવામાં આવેલ હતું. જ્યારે વિવિધ મેળવડામાં કોવિડનું ગાઇડલાઇનનું પાલન થતું નથી ત્યારે આ બાળકોની પાસે સમજે શીખવું જોઈએ કે સમગ્ર પરીક્ષામાં કોવિડની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરતા બાળકો જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...