તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ગોધરાના ગઢ ચુંદડી પાસેથી કારમાં 500-1000ની બંધ થયેલી 48.80 લાખની ચલણી નોટો સાથે 4 ઝડપાયા

ગોધરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગોધરા એલસીબી પોલીસે 48.80 લાખની જૂની રદ થયેલી ચલણી નોટોના જથ્થો સાથે 4ને પકડ્યા હતાં. - Divya Bhaskar
ગોધરા એલસીબી પોલીસે 48.80 લાખની જૂની રદ થયેલી ચલણી નોટોના જથ્થો સાથે 4ને પકડ્યા હતાં.

ગોધરાના ગઢ ચુંદડી પાસે કારમાં જુની રદ થયેલી ચણલી નોટો જથ્થો સાથે ચાર ઇસમો અને અેક બાઇક લઇને આવતાં ગોધરા એલસીબી પોલીસે પકડી પાડયા હતા. પોલીસે 48.80 લાખની રદ નોટો મળીને કુલ 53.10 લાખનો મુદ્દામાલ કબજે કરીને ગોધરા તાલુકા પોલીસ મથકે ચાર સામે ગુનો નોધીને કાર્યવાહી કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના મુવાલીયા ગામે રહેતા રાકેશભાઇ મનસુખભાઇ ભુરીયા તેમજ મોટી ખરજ ગામે રહેતા બદીયાભાઇ વીંરસીંગભાઇ મીનામાનાઓ ભેગા મળીને સફેદ કલરની સ્કોર્પીઓ ગાડીમાં ભારત સરકારે રદ કરેલી ચણલી નોટો જથ્થો લઇને દાહોદથી ગોધરા નજીક ગઢ ચુંદડીગામના ખરોલ માતાના મંદીર પાસે આવવાના છે. અને તેઓની સાથે લીમખેડા તાલુકાના લુખાવાડા ગામના નિલેશભાઇ ફુલસીંગભાઇ પટેલ તથા રંગીતભાઇ નાથાભાઇ પટેલનાઓ બાઇક લઇને સોદો કરવા આવનાર છે.

તેવી બાતમી ગોધરા એલસીબી પીઆઇ કે.પી.જાડેજાને મળી હતી. બાતમીના આધારે એલસીબી પોસઇ આઇ.એ.સિસોદીયા તથા પોલીસે ગઢ ચુંદડી ગામે ખરોલ માતાના મંદિર તરફના રસ્તા ઉપર નાકાબંધી કરી હતી.બાતમીવાળી સ્કોર્પીઓ ગાડી અને બાઇક આવતાં પોલીસે ચારેવન પકડી પાડયા હતા.

ગાડીમાં તપાસ કરતાં સ્કુલ બેગમાંથી ભારત સરકારે રદ કરેલી રૂ.48,80,500 ની ચલણી નોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ગાડી, 4 મોબાઇલ, એક બાઇક મળીને કુલ 53.10 લાખનો મુદ્દામાલ કબજે કરીને ગોધરા તાલુકા પોલીસ મથકને સોપીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

ઝડપાયેલો મુદ્દામાલ

  • 9.10 લાખનો મુદ્દામાલ
  • રૂ 500ના દરની કુલ 9169 નોટી કિ.રૂ 45,84,500
  • રૂ 1000ના દરની કુલ 296 નોટો કિ.રૂ 2,96,000
  • એક સ્કુલ બેગ
  • મોબાઇલ નંગ-4 કિરૂ.20,000
  • મહિન્દ્રા સ્કોર્પીઓ ગાડી કિ રૂ 4,00,000
  • હિરોહોન્ડા મોટરસાયકલ કી.રૂ 10,000