તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ગોધરાના બસ સ્ટેન્ડના ગેટ પાસે પૈસાની લેતીદેતીમાં 4એ 1ને માર્યો

ગોધરા15 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ગોધરાના એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
 • મારામારી થતાં બસ સ્ટેન્ડમાં ટોળાં ઉમટી પડયા હતા

ગોધરામાં બસસ્ટેન્ડના ગેટ પાસે પૈસાની લેવડદેવડમાં 4 જણે એક માર મારતાં વાત વણસી હતી.ગોધરા શહેરના લુણાવાડા રોડ પર આવેલી ઝુલેલાલ સોસાયટીમાં રહેતાં સતીશ વાઘવાણીના સાળા રોશને એક વર્ષ અગાઉ ભાગેશ નામના વ્યક્તિ પાસેથી 10 હજાર રૂપિયા ઉછીના લીધા હતા, જે પૈકીના 8500 ચૂકવી દીધા હતા, જ્યારે 1500 રૂપિયા બાકી હોવાથી રોશનકુમારને ભાગેશે બસ સ્ટેન્ડ પર બોલાવી જણાવ્યું હતું કે તે પૈસા ઉછીના લીધા છે તો આપતો કેમ નથી, તથા અપશબ્દો બોલવા લાગ્યા હતા, જેને લઇને રોશને અપશબ્દો બોલવાની ના પાડતાં ભાગેશ ઉશ્કેરાઈને ગડદાપાટુંનો માર માર્યો હતો.

તેમજ ભાગેશ સાથે રહેલાં મનોજ ગોરવાણીએ લાકડાનું પાટિયું મારતાં રોશનને ઇજાઓ પહોંચાડી ચાર વ્યક્તિઓ દ્વારા રોશનને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ગોધરાના એ ડીવીઝન પોલીસ મથકે ભાગેશભાઇ, મનોજ ગોરવાણી, દીપક પ્રેમચંદાણી અને દીપક ગોરવાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. જયારે બસ સ્ટેન્ડના ગેટ પાસે મારામારી થતાં લોકોના ટોળાં થતાં ટ્રાફિક જામ થયો હતો. બનાવ બનતાં પોલીસની બે ગાડીઓ બસ સ્ટેન્ડ પાસે પહોંચી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો