તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઈકોર્ટનો નિર્ણય:4 રોજમદારોને પેન્શન સહિતના લાભો આપવા હાઈકોર્ટનો આદેશ

ગોધરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંચમહાલના મા. મ. વિભાગના કામદારોમાં આનંદ

પંચમહાલ જીલ્લામાં આવેલ મકાન અને માર્ગ વિભાગની કચેરીમાં રોજમદાર તરીકે વર્ષોથી ફરજ બજાવતા અભેસિંહ અમરસિંહ પગી તથા નંદાબેન આરતસિંહ બારીયા ગોધરામાં તેમજ રમણભાઈ ડાહ્યાભાઈ બારીયા તથા અનીનભાઈ રતનભાઈ ચાવડા શહેરામાં રોજમદાર તરીકે સરકાર દ્વારા નિયત કરેલ ઠરાવ મુજબ 60 વર્ષ પૂર્ણ થયેથી નિવૃતિ સમયે તેમને રોજમદાર તરીકેની નોકરીની દાખલ તારીખ ગણી પેન્શન, ગ્રેજયુઈટી, રજાઓ તેમજ અન્ય લાભો આપવાનું નકકી કરવામાં આવેલ.

પરંતુ કામદારોને 20 વર્ષની નોકરી કરી હોય તેવા તમામ રોજમદારોને નિવૃતિ સમયે પુરેપુરા લાભો આપવામાં આવેલ નથી. જેને લઈ તમામ રોજમદારો વતી ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ. એસ. ભોઈ દ્વારા સામાવાળાઓને રોજમદાર તરીકેની નોકરીની દાખલ તારીખ ગણી તે તારીખથી તમામ લાભો આપવા અંગે રીપ્રેઝન્ટેશન કરતી નોટીસ પાઠવેલ. સામાવાળાઓ તરફથી તે નોટીસનો યોગ્ય પ્રત્યુતર ન મળતા આ તમામ મળવાપાત્ર હકક હિસ્સાઓ મેળવવા આ રોજમદારો ફેડરેશન મારફતે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ દિપક આર. દવે દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કેસ દાખલ કરેલ. કેસોની સુનવણી ચાલતાં માગ્યા મુજબની દાદ ગુજરાત હાઈકોર્ટે મંજુર કરેલ. પરંતુ તે પૈકી સ્પે.સી.એ.નં. ૨૨૬૨૫/૧૯ ના કામે સરકારે ખંડપીઠની બનેલ બેચ સમક્ષ એલ.પી.એ.નં. 754-20 દાખલ કરેલ . જે અરજી ચાલી જતાં એલ.પી.એ.નં. 754-20 તા.28-6ના રોજ રદ કરેલ . આમ કુલ 4 કામદારોને માગ્યા મુજબની દાદ મંજુર કરવામાં આવતા નાણાકીય રીતે લાભ થયેલ છે .

અન્ય સમાચારો પણ છે...