તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:પંચમહાલમાં શુક્રવારે 4 કોરોના કેસ, કુલ 3964

ગોધરા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રજા મેળવનાર દર્દીઓની સંખ્યા 3804 , એ ડિવિઝનના કોરોના વોરિયર ASIનું કોરોનાથી મોત

પંચમહાલ જિલ્લામાં શુક્રવારે કોરોના સંક્રમણના નવા 4 કેસો મળી આવ્યા છે. આ સાથે જિલ્લામાં કોરોનાના કેસોની કુલ સંખ્યા 3964 થવા પામી છે. જયારે જિલ્લામાં સક્રિય કેસોની કુલ સંખ્યા 19એ સ્થિર રહી છે. જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. 4 દર્દીઓને સારવાર બાદ આજે રજા પણ આપવામાં આવી હતી. શુક્રવારે મળી આવેલ કેસો પૈકી 3 કેસો ગોધરા શહેરમાંથી અને 1 કેસ હાલોલમાંથી મળી આવ્યો છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2899 કેસ નોંધાયા છે.

ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1065 કેસ મળી આવ્યા છે. હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 3804 થવા પામી છે. જયારે ગોધરાના એ ડીવીઝન ખાતે ફરજ બજાવતાં કોરોના વોરિયર એએસઆઇ નરવતસિંહ ગોપાલસિંહ બારીયાનું વડોદરા ખાતેની કોવિડ હોસ્પીટલમાં કોરોનાની સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા હતા. કોરોના વોરીયરનું કોરોનાથી મોંત થતાં પંચમહાલ પોલીસ બેડામાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી.

મહીસાગરમાં 03 પોઝિટિવ કેસ નોંધાયાા
મહીસાગર જિલ્લામાં શુક્રવારે ખાનપુર તાલુકાના 01 પુરૂષનો જયારે લુણાવાડા તાલુકાની 01 સ્ત્રી અને 01 પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આ1વતા કુલ 2025 કેસ પોઝીટીવ નોંધાયા છે. જિલ્‍લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી 04 દર્દીઓએ કોરોનાને મ્‍હાત આપતાં તેઓને શુક્રવારે રજા આપવામાં આવતા જિલ્‍લામાં અત્યાર સુધીમાં કુલ 1960 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.

જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 9 વ્યક્તિના મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 36 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 45 મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલફલુ/ કોરોનાના કુલ 1,25,388 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 74 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. કોરોના પોઝીટીવ આવેલા દર્દીઓ પૈકી 14 દર્દીઓ સ્ટેબલ અને 06 દર્દીઓ ઓક્સિજન પર છે.

દાહોદમાં શુક્રવારે એક જ કેસ નોંધાયો
દાહોદ જિલ્લામાં શુક્રવારે પણ કોરોનાનો એક જ કેસ નોંધાયો હતો. તા.12-2-2021ના રોજ દાહોદ જિલ્લામાં Rtpcr ના 118 અને રેપિડના 753 સેમ્પલો લેવાયા બાદ તે પૈકી દાહોદ શહેરનો એક જ કેસ નોંધાયો હતો. હવે દાહોદમાં એક્ટિવ કેસોની સંખ્યા 9 રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો