આદેશ:નદીસરમાં આત્મહત્યા કરવાની ફરિયાદમાં 4 આરોપીઓના આગોતરા જામીન નામંજૂર

ગોધરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 2 વર્ષ સુધી સગાઇ રાખ્યા બાદ સગાઇ ફોક કરી દેતાં યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી
  • સગાઇ તૂટતાં લાગી આવતાં મોતને ભેટનાર યુવતી સગર્ભા હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલ્યું હતું

ગોધરા તાલુકાના નદીસર ગામની યુવતીની સગાઇ ગામમાં જ રહેતા પિનકેશભાઈ સાથે કરવામાં આવી હતી. અને લગભગ બે વર્ષ જેટલો સમય સગાઇ રાખ્યા બાદ અચાનક આરોપી પક્ષ દ્વારા સગાઇ ફોક કરી દેવામાં આવી હતી. ગામમાં જ બીજી દીકરી સાથે પિનકેશભાઈ સગાઈ કરી દેવાઇ હતી. સગાઇ જેટલો સમય રહી તે દરમિયાન યુવતી આરોપીઓને ઘરે જતી હતી અને તેથી તેને લાગી આવતાં યુવતીએ દિવાળીના અરસામાં જ આત્મહત્યા કરી લેતાં તે બાબતનો ગુનો કાકણપુર પોલીસ સ્ટેશનમાં 9 આરોપીઓ સામે નોંધાતા પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ.પ્રજાપતિ દ્વારા તપાસ હાથ ધરી હતી.

તપાસમાં મરણ જનાર યુવતી સગર્ભા હોવાની હકીકત પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલી હતી. આ દરમિયાન ચાર આરોપી અલ્કાબેન મહેશભાઈ માછી, મહેશભાઈ રમણભાઈ માછી, રુચિકાબેન પ્રભાતભાઈ માછી, ચંદ્રેશ ભાઈ રમણભાઈ પટેલ (માછી)ઓ દ્વારા પંચમહાલ જિલ્લાના એડીશનલ સેસન્સ જજ સમક્ષ આગોતરા જામીન ઉપર મુક્ત થવા માટેની અરજી દાખલ કરવામાં આવી હતી. જે અરજી પંચમહાલ જિલ્લાના એડિશનલ સેશન્સ જજ બી.કે.બારોટ સાહેબની કોર્ટમાં ચાલી જતાં કોર્ટ દ્વારા જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ ઠાકોરની દલીલો તથા પોલીસ તપાસના કાગળોને ધ્યાનમાં રાખીને 4 આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...