તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વન મહોત્સવની ઉજવણી:પ્રદૂષણથી સ્વતંત્ર થવાના સંકલ્પ સાથે ગઢચૂંદડી ખાતે 37.66 લાખ રોપા રોપાશે

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગઢચુંદડી ખાતે ૭૨માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી - Divya Bhaskar
ગઢચુંદડી ખાતે ૭૨માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી
  • 72મા વનમહોત્સવ અંતર્ગત દરેક વ્યક્તિને અભિયાનમાં જોડાવા અપીલ

પંચમહાલ જિલ્લાનાં 72માં વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી ગઢચુંદડી ખાતે અાવેલ દિલ્લી ૫બ્લિક હાઇસ્કુલમાં કરવામાં અાવી હતી. જેમા જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી તેમજ મોરવા હડફનાં ધારાસભ્ય નિમિષાબેન સુથાર, કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ સહિતનાં મહાનુભાવો ઉજવણીમાં સહભાગી થયાં હતા. વધુમાં જિલ્લા પંચાયતના પ્રમુખે જણાવ્યું કે, રાજ્ય સરકાર વન અને પર્યાવરણનાં જતન માટે કટિબદ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા વનવિસ્તારમાં વધારો કરવા માટે દર વર્ષે વન મહોત્સવ ઉજવે છે.

વૃક્ષો એ આપણા જીવનનો આધાર હોય દરેક વ્યક્તિએ પોતાના જન્મદિવસે વૃક્ષ વાવીને પર્યાવરણનું જતન કરવા સંકલ્પ લેવો જોઇએ. મોરવા હડફનાં ધારાસભ્યે જણાવ્યું કે, આપણી સંસ્કૃતિમાં જ વૃક્ષોના જતનનો મહિમા ગવાયો છે. આપણી સંસ્કૃતિ વૃક્ષોની પોષક છે. જીવન જીવવા માટે ઓક્સિજનની મહામુલી સંપદા આપનારા વૃક્ષોનું આપણે સૌએ જતન કરવું જોઇએ. વડોદરા વનવર્તુળનાં મુખ્ય વનસંરક્ષક આરાધના સાહુએ પંચમહાલ જિલ્લામાં ૩૭.૬૬ લાખ રોપાઓ તૈયાર કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું અને અા રોપાઓના વાવેતરનાં આયોજન વિશે જણાવ્યું હતું. તથા સ્વસહાય જુથની મહિલાઓને મિશન મંગલમ યોજના અંતર્ગત સહાયના ચેક આપવામાં આવ્યા હતા.

ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભાવોએ દિલ્હી પબ્લિક સ્કુલનાં પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. અને વૃક્ષ રથને લીલી ઝંડી બતાવી પ્રયાણ કરાવ્યું હતું. તથા કાર્યક્રમ સ્થળે રોપાઓનું વિતરણ પણ વનવિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, અગ્રણીઅો, જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર, ગોધરાના નાયબ વનસંરક્ષક સહિતનાં પદાધિકારીઓ-અધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...