તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:પંચમહાલમાં 3.50 લાખ લોકોને તબક્કાવાર કોરોનાની વેક્સિન મૂકાશે

ગોધરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વેક્સિનેશન કરવા આરોગ્ય કર્મીને ટ્રેનિંગ અને સમજ અપાઇ
 • વેક્સિનેશનની તમામ તૈયારીઓ પૂર્ણ
 • જિલ્લામાં 4 તબક્કામાં વેક્સિન અપાશે

કોરોનાને નાથવા સરકાર દ્વારા કોરોનાની રસી મુકવાની જાહેરાત કરાતા વહીવટી તંત્રે ટાસ્ક ફોર્સની રચના કરી હતી. વેકસીનેશન કરવા માટે જિલ્લા કક્ષાાનો સ્ટોર રુમપણ બનાવી દીધો છે. આરોગ્ય વિભાગ અને શીક્ષકોની ટીમે પંચમહાલ જિલ્લામાં 50 વર્ષથી મોટી ઉંમરવાળા અને 50 વર્ષથી નીચેના ગંભીર બીમારીવાળા વ્યક્તિઓ માટે સર્વે કર્યો હતો. 1008 ટીમોએ સર્વે કરીને 50 વર્ષથી ઉપરના 3,08933 અને 50 વર્ષથી નીચેના કોબિડ 7484 વ્યક્તિોઓને શોધીને તે લીસ્ટ આરોગ્ય વિભાગને મોકલી આપ્યું હતું.

જયારે પ્રથમ કોરોનાની રસી હેલ્થ વર્કરને મુકવામાં આવશે. બાદમાં તબક્કાવાર રસી મુકવામાં આવશે. રસીકરણ માટે રેડક્રોસ ખાતે વેક્સીનેશન ટ્રેનીગ કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં આરોગ્ય કર્મીઓને કોરોનાની રસી અંગે વિશેષ ધ્યાન, બાયો વેસ્ટનો નીકાલ ,કોવિડ ગાઇડ લાઇન મુજબ કામગીરી સહીતની ટ્રેનિગ આપવામાં આવી હતી. સરકાર દ્વારા લીલીંઝડી મળશે ત્યારે જિલ્લામા રસીકરણ કાર્યક્રમની અમલવારી થશે. હાલ તો આરોગ્ય વિભાગે તમામ પ્રક્રીયા પુર્ણ કરી દીધી છે. અને મંગળવારે કોરોનાની રસીકરણ માટે જિલ્લા ટાસ્ફ ફોર્સની મીટીંગ યોજાઇ હતી. રસીની હાલ તો રાજયકક્ષાાએ ટ્રાયલ ચાલી રહ્યુ છે. જાન્યુઆરી માસમાં રસીકરણ મુકવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.

કેટલી વ્યક્તિઓને રસી અપાશે

હેલ્થ વર્કર8589
ફન્ટ લાઇન વર્કર25393

50થી વધુ ઉંમરની વ્યક્તિઓ

3,08,933

50થી નીચે ગંભીર બીમારી ધરાવતી વ્યક્તિઓ

7,484

રસીકરણ માટે જે તે સ્થળે ત્રણ તબક્કામાંથી પસાર થવુ પડશે
જિલ્લાકક્ષાનું વેકસીન માટે સ્ટોરેજ કેન્દ્ર બની ગયુ છે. રસી આવશે ત્યાંથી તાલુકા કક્ષાએ રસી મોકલવામાં આવશે. જેમાં ડ્રીપ ફીઝર સહીતની સુવિધા ઉભી કરવામાં આવી છે. રસી કરણ કરવા ખાસ વોર્ડ બનાવ્યા છે. જે સ્થળે રસી આપાવમાં આવશે. તે સ્થળે ત્રણ તબક્કા રાખવામાં આવ્યા છે. પ્રથમ તબ્બકો વેઇટીંગ , બીજા તબક્કામાં રસી આપવામાં આવશે. અને ત્રીજા તબક્કામાં વ્યક્તિને અલગ રૂમમાં રાખીને કોઇ આડ અસર છે કે કેમ તેની તપાસ થશે. બાદમાં વ્યક્તીને જવા દેવામાં આવશે.

પંચમહાલમાં કોરોના સંક્રમણના 10 કેસો નોંધાતાં કુલ 3757 કેસ થયા
પંચમહાલ જિલ્લામાં મંગળવારે કોવિડ-19 સંક્રમણના નવા 10 કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 3757 થવા પામી છે. 34 દર્દીઓને રજા આપતા હાલ સક્રિય દર્દીઓ 137 રહ્યા છે. નવા મળેલા કેસોમાંથી શહેરી વિસ્તારોમાંથી 9 કેસો મળ્યા છે. જેમાં ગોધરામાં 9 કેસ નોધાતાં શહેરમાં સંક્રમણના કુલ 2752 કેસ નોંધાયા છે. ગ્રામ્યમાં 1 કેસ મળતાં કુલ 1005 કેસો મળી આવ્યા છે. કુલ 34 દર્દીઓને રજા આપતા કુલ સંખ્યા 3488 થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 137 થઈ છે, જેમની હાલ સારવાર ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો