તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:ગોધરાના દાઉદી વ્હોરા સમાજના 18 વર્ષથી ઉપરના 3800માંથી 3300 લોકોએ રસી મુકાવી

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધર્મગુરુના આદેશ અને સમાજના મેસેજ થકી 86 ટકા સભ્યોએ બે ડોઝ મૂકાવ્યા

ગોધરામાં અંદાજીત 7 હજારની વસ્તી ધરાવતા દાઉદી વ્હોરા સમાજમાં 18 વર્ષથી વધુ ઉંમરના 3800 સભ્યો છે. કોરોના મહામારીની શરૂ અાતથી અત્યાર સુઘી દાઉદી વ્હોરા સમાજના 50થી વઘુ લોકોને કોરોનાની ઝપેટમા અાવી ગયા હતા. ગંભીર બીમારીથી 8 જેટલા લોકોના મૃત્યુ પણ થયા હતા. ત્યારે કોરોના રસીકરણ અભિયાન શરૂ કરતાં દાઉદી વ્હોરા સમાજના લોકોઅે ઉત્સાહથી ભાગ લીધો હતો.

સમાજના ધર્મગુરૂઅે પણ કોરોનાની રસી લઇને સુરક્ષીત બનવાની સુચનાઅો અને સમાજના સોસિયલ મિડીયા ગ્રૃપમાં રસી લેવાના મેસેજ મોકલીને સમાજના લોકોને રસી મુકવા પ્રેરીત કરાતાં 18 વર્ષથી ઉપરના 3300 લોકોઅે કોરોનાના બંને ડોઝ લઇ લીધા છે. પવિત્ર રમઝાન માસમાં પણ ગોધરા દાઉદી વ્હોરા સમાજે ખૂબ જ મોટી પહેલ કરી હતી અને જીલ્લા વહીવટી તંત્રને સામેથી પોતાના સમાજના વ્યક્તિઓને વેક્સિન આપવા માટે આયોજન કરવા જણાવ્યું હતું.

જે આધારે દાઉદી વ્હોરા સમાજના જમાતખાના સાત વેક્સિન કેમ્પનું આયોજન કરાયું હતું. રાત્રી કરફ્યુના સમયને ધ્યાનમાં લઇ અહીં નાઈટ વેક્સિનેસન કેમ્પ યોજવામાં આવ્યા હતા. જેમાં 2100 વ્યક્તિઓ વેકસીન લીધી હતી. બાદમાં 18 વર્ષથી ઉપરનાને વેક્સિનેસન અાપવાની જાહેરાત થતાં અત્યાર સુધીમાં 9 જેટલા કેમ્પો યોજીને સમાજના 18 વર્ષથી ઉપરના 3800 વ્યક્તિઅોમાંથી 3300 લોકોઅે રસીકરણ કરીને અન્ય સમાજને ઉદાહરણ પુરુ પાડયું હતું.

સમાજના મોટાભાગના લોકોઅે રસી મૂકાવી દીધી
અમારા દાઉદી વ્હોરા સામાજના 18 વર્ષથી ઉપરના 3800 લોકોમાંથી 3300 લોકોઅે કોરોનાની રસી મુકાવી દીધી છે. રમજાન માસમાં પણ રાત્રી કેમ્પ કરીને રસીકરણ કર્યુ હતું. અત્યાર સુઘી 86 ટકા લોકોઅે રસી મુકાવીને કોરોનાથી સુરક્ષીત થયા છે. સમાજના વેકસીન મુકાવનાર અગ્રણીઓઅે પણ વેકસીન સુરક્ષિત હોવાનું જણાવી તમામને વેકસીન મુકાવી કોરોનાના જંગ સામે જીત મેળવવા સહભાગી બનવા અપીલ કરી હતી. જેના ભાગરૂપે સમાજના મોટા ભાગના લોકોઅે રસી મુકાવી છે.>ઇમરાન ઇલેકટ્રીકવાલા, દાઉદી વ્હોરા સમાજના અગ્રણી

અન્ય સમાચારો પણ છે...