તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:મહીસાગરમાં કોરોનાના 3 પોઝિટિવ કેસ

ગોધરા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 1 દર્દી સ્વસ્થ થતાં રજા આપતા કુલ 1969 દર્દીઓ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફર્યા

મહીસાગર જિલ્લામાં ખાનપુર તાલુકાની 1 સ્ત્રી અને 1 પુરૂષ, લુણાવાડા તાલુકાના 1 પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટિવ અાવતા જિલ્લામાં કોરોનાના કુલ 2041 કેસ પોઝિટિવ નોધાયા છે. જિલ્‍લામાં સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી ખાનપુર તાલુકાની 1 સ્ત્રીએ કોરોનાને મહાત આપતાં રજા આપતાં જિલ્‍લામાં અત્યાર સુધીમાં કુલ 1969 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.

જ્યારે જિલ્લામાં કોરોનાથી 9 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 36 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 45 મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ 127366 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 56 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.

પંચમહાલમાં કોરોના સંક્રમણના 2 કેસ
પંચમહાલ જિલ્લામાં બુધવારે કોરોનાના 2 નવા કેસ મળી આવ્યા છે. જે ગોધરા શહેરમાંથી નોંધાયા છે. જ્યારે સારવાર લઇ રહેલા દર્દીઅોમાંથી 3 દર્દીઓને રજા આપવામાં આવતા હાલ જિલ્લામાં સક્રિય કેસોની કુલ સંખ્યા 20 થવા પામી છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2909 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણના કુલ 1067 કેસ નોંધાયા છે. હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 3813 થવા પામી છે. જયારે કોવિડથી 69 અને નોનકોવિડથી 71 ના મોત નિપજ્યા હતા.

સીંગવડમાં 1 કોરોના પોઝિટિવ કેસ
બુધવારે દાહોદ જિલ્લામાં કોરોનાનો સીંગવડનો એક નવો સંક્રમિત નોંધાયો હતો. જિલ્લામાં Rtpcr ટેસ્ટના 151 સેમ્પલો પૈકી 1 કેસ પોઝિટિવ નોંધાયો હતો. જયારે કે રેપીડના 453 સેમ્પલો પૈકી તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. હવે દાહોદ જિલ્લાના સાજા થઈ ચુકેલા લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવતા કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો