હિટ એન્ડ રન:ગોધરા-દાહોદ હાઇવે બાયપાસ પાસે કારની ટક્કરે આવતાં 3 બાઈક સવાર યુવકના મોત

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાર ચાલક સામે કાર્યવાહીની માંગ સાથે ધરણાં - Divya Bhaskar
કાર ચાલક સામે કાર્યવાહીની માંગ સાથે ધરણાં
  • ઘરના મોભીઓના મોતથી 3 પરિવારનો માળો પિંખાયો
  • કાર ચાલક સહિત અન્ય એક વ્યક્તિના પ્રોહીબિશન સેમ્પલ લેવામાં આવ્યા

ગોધરાના ત્રણ યુવાનોની બાઇકને કાર ચાલકે અ૰ડફેટે લેતાં ત્રણેને ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલ લઇ જતાં ફરજ પરના તબીબે ત્રણેને મૃત જાહેર કર્યા હતા. 3 પરિવારના મોભીના મોતથી ત્રણે પરિવારનો માળો પિંખાઇ ગયો હતો. ગોધરાની નવા બહારપુરા મન્સુરી સોસાયટીના યુવાનો બે બાઇક ઉપર રાત્રે સવા 11 વાગે શાલીમાર હોટલ પર ગયા હતા. શાલીમાર હોટલ પરથી બે બાઇકો લઇને તૃપ્તી થઇ બાયપાસ રોડ તરફ ગયા હતા. તે વખતે બાઇક ચાલક શેખ ઝહીર અબ્બાસ મજીદભાઇ તેમનું બાઇક લઇને અાગળ નીકળી ગયા હતા. બીજી બાઇક પાછળ રહી ગઇ હતી.

અમીન પેટ્રોલપંપથી અાગળ લીલેસરા નાયક ફળીયા પાસેના રોડ પર તૃપ્તી તરફથી અાવતી હોન્ડાસીટીના ચાલકે પુરઝડપે હંકારીને ઝહીર અબ્બાસની બાઇકને ટકકર મારતાં બાઇક પર બેેસેલા ત્રણ યુવાન શેખ ઝહીર અબ્બાસ મજીદભાઇ, પઠાણ ફીરોઝખાન ઇનાયતખાન તથા શેખ સમીર મોહમંદભાઇ ઉફે રાજુ રોડ પર ઘસડાતા ગંભીર ઇજા થઇ હતી. ત્રણેને ગોધરા સિવિલ લઇ જતાં ફરજ પરના તબીબે ત્રણે યુવાનોને મૃત જાહેર કર્યા હતા. અા અંગેની પોલીસ ફરિયાદ ગોધરાના બી ડિવિઝન પોલીસ મથકે નોધાઇ હતી.

ગોધરાના નવા બહારપુરા વિસ્તારના ત્રણ યુવાનને અકસ્માતના જાણ થતાં વિસ્તારના લોકો ધટના સ્થળે દોડી અાવ્યા હતા.મૃતક ત્રણેવ યુવાનોને બે બે સંતાન હતા. 3 પરિવારના મોભીના મોત થતાં પરીવારમાં માતમ છવાઇ ગયો હતો.આ તરફ અકસ્માત સર્જનાર કાર ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો હતો.

.પરિવારજનોના કલેકટર કચેરીએ ધરણાં
અકસ્માત થતાં પરિવારજનો ઘટનાસ્થળે દોડી અાવતાં અકસ્માત સર્જનાર કાર ચાલક દારૂ પીધેલો હોવાનો અાક્ષેપ કર્યો હતો. જેથી લોક ટોળાં ઉમટી પડ્યાં અને પરિવારજનો સાથે મોડી રાત્રે કલેકટર કચેરીઅે ધરણાં કર્યા હતા. અકસ્માત કરનાર ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી.પોલીસના ઉચ્ચ અધિકારીઅો દોડી અાવ્યા હતા. પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર કાર ચાલાક સહિત અન્ય એક વ્યક્તિના પ્રોહીબિશન સેમ્પલ લઇ કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી. જે બાદ મામલો થાળે પડ્યો હતો.

ગોધરા દાહોદ હાઇવે બાયપાસ પાસે કારની ટક્કર વાગતાં બાઇકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જ્યારે મૃત્યુ પામેલા યુવકોની ફાઇલ તસવીર.
ગોધરા દાહોદ હાઇવે બાયપાસ પાસે કારની ટક્કર વાગતાં બાઇકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જ્યારે મૃત્યુ પામેલા યુવકોની ફાઇલ તસવીર.

મૃતકોની યાદી

  • સમીર મોહંમદ શેખ ઉર્ફે રાજુ, રહે.નવાબહારપુરા પીડબલ્યુ અોફિસની પાછળ ગોધરા.
  • ફિરોજખાન ઈનાયતખાન પઠાણ,રહે.નવાબહારપુરા પી ડબલ્યુ અોફિસની પાછળ ગોધરા.
  • ઝહીર અબ્બાસ મજીદભાઈ શેખ,રહે.નવા બહારપુરા પીડબલ્યુ અોફિસની પાછળ ગોધરા.

ગોધરા દાહોદ હાઇવે બાયપાસ પાસે કારની ટક્કર વાગતાં બાઇકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જ્યારે મૃત્યુ પામેલા યુવકોની ફાઇલ તસવીર.

અન્ય સમાચારો પણ છે...