તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પંચમહાલ જિલ્લામાં સોમવારે કોરોના સંક્રમિત કેસની સંખ્યા 29 થતાં જિલ્લામાં કુલ કોરોના કેસ 4632 થવા પામી હતી. સોમવારે ગોધરા શહેરમાં 14, હાલોલમાં 4 અને કાલોલમાં 3 કેસ મળીને શહેરી વિસ્તારમાં કુલ 3483 કેસ થયા હતા. ગોધરા ગ્રામ્યમાં 2 અને કાલોલ ગ્રામ્યમાં 6 કોરોનાના કેસ નોધાતાં કુલ 1149 કેસ થયા હતા.
સોમવારે 24 દર્દીઓ સહિત જિલ્લામાં 4223 કોરોના દર્દીઓ સાજા થયા હતા. કોરોનાના સક્રીય 257 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જિલ્લામાં કોવિડથી 70 અને નોન કોવિડથી 82ના મોત થયા છે. ગોધરા શહેરમાં સંક્રમણ બેકાબુ બનતાં એકંદરે તમામ વિસ્તારમાંથી કોરોના કેસ મળી આવ્યા છે. સરકારી આંકડા અને હોમ આઇશોલેશનના આંકડામાં જમીન આસમાનનો ફરક જોવા મળી રહ્યો છે. જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે તે જોતાં તંત્ર કોરોનાને ડામવાના આકરા પંગલા ભરવાની ત્રેવડ ધરાવતું ન હોવાનું દેખાઇ રહ્યું છે.
કોરોના કેસ વધતાં કોવિડ સેન્ટર નવા ખોલી રહ્યા છે. નર્સિંગ કોલેજમાં કોવિડ સેન્ટર ખોલ્યા બાદ બંધ થયેલ અલ્હયાત (આદમ મસ્જિદ) ખાતે કોવિડ સેન્ટર ચાલુ કરી રહ્યા છે. ગોધરાના પિયુષભાઇ ગાંધીના વકીલ પુત્રનું પણ વડોદરા કોરોનાની સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.
મહીસાગરમાં સોમવારે પુન: 39 પોઝિટિવ કેસ નોંધાતાં કુલ 2549
મહીસાગર જિલ્લામાં કોરોના કાબુમાં આવતો નથી. સોમવારે જિલ્લાના બાલાસિનોર તાલુકાની 5 સ્ત્રી, 9 પુરૂષ, કડાણાની 4 સ્ત્રી, 6 પુરૂષ, ખાનપુરની 2 સ્ત્રી, 3 પુરૂષ, લુણાવાડાની 2 સ્ત્રી, 3 પુરૂષ, સંતરામપુરના 5 પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લામાં કોરોનાના કુલ 2549 કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી બાલાસિનોરની 1 સ્ત્રી, 2 પુરૂષ, કડાણાની 3 સ્ત્રી, 1 પુરૂષ, લુણાવાડાની 3 સ્ત્રી, 10 પુરૂષ દર્દીઓએ કોરોનાને માત આપતાં અત્યાર સુધીમાં કુલ 2260 દર્દીઓ સ્વસ્થ થયા છે.
જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 9 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 39 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 48 મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલફલુ/ કોરોનાના કુલ 1,50,503 લોકોના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 485 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.