તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • 27 Cases Of Corona On Sunday In Panchmahal, Total 4417; 8 Coronavirus Patients Discharged On Leave, Corporation President Distributes Masks

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:પંચમહાલમાં રવિવારે કોરોના 27 કેસ, કુલ 4417; 8 કોરોના વાઇરસના ચેપના દર્દીઓ સાજા થતા રજા અપાઇ, પાલિકા પ્રમુખે માસ્કનું વિતરણ કર્યું

ગોધરા, લુણાવાડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગોધરાની કોવિડ સેન્ટર ફુલ થતાં નર્સિંગ કોલેજ ખાતે કોવિડ સેન્ટર શરૂ

પંચમહાલ જિલ્લામાં રવિવારે કોરોના પોઝિટિવના 27 કેસ નોધાતાં કુલ 4417 કેસ થયા હતા. જેમાં ગોધરા શહેરમાંથી 16 કોરોના કેસ મળી આવતાં ગોધરા શહેરમાં કોરોના કાબૂ બહાર થયો હતો. ગોધરા શહેરમાં કોરોના કેસ વધારે મળી આવતાં પાલિકા પ્રમુખ સંજય સોની તથા સભ્યો દ્વારા માસ્ક વગર ફરતાં નગરજનોને માસ્ક પહેરાવીને કોરોનાને અટકાવવાની કોશીશ કરી હતી. ગોધરા શહેરની કોવિડ સેન્ટરમાં કોરોના દર્દીઓથી ફુલ થઇ જતાં નર્સિંગ કોલેજ ખાતે કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. ગોધરા શહેરમાં વધતા કોરોના કેસને લઇને વહીવટી તંત્ર વધુ પગલાં ભરવા જોઇએ.

જિલ્લાના 27 કોરોના કેસમાં ગોધરા શહેરમાં 16, હાલોલમાં 5 અને કાલોલમાં 3 કેસ મળી આવતા શહેરી વિસ્તારમાં કુલ 3309 કોરોના વારસના કેસ નોંધાયા હતા. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ગોધરા ગ્રામ્યમાં 2 અને કાલોલ ગ્રામ્યમાં 1 કેસ નોધાતા કુલ ગ્રામીણ વિસ્તારમાં 1108 કેસ થયા હતા. જિલ્લામાં રવિવારે 8 કોરોના દર્દીઓ સાજા થતાં તેઓને રજા અપાઇ હતી. જિલ્લામા કુલ 4051 દર્દીઓ સાજા થયા હતા. અમદાવાદ મેચ જોઇને આવેલા એક યુવાન ગોધરા કોવિડ સેન્ટરમાં સારવાર લઇ રહ્યો હતો. જેનુ રવિવારે મૃત્યુ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જિલ્લામાં કોવીડથી 69 અને નોન કોવિડથી 75 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

મહીસાગરમાં રવિવારના રોજ 11 કોરોના કેસ સાથે કુલ આંક 2324
મહીસાગર જિલ્લામાં રવિવારે લુણાવાડા તાલુકાની 1 સ્ત્રી, 2 પુરૂષ, ખાનપુર તાલુકાની 2 સ્ત્રી, 2 પુરૂષ, સંતરામપુર તાલુકાની 3 સ્ત્રી, વિરપુર તાલુકાની 1 સ્ત્રીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા કુલ 2324 કેસ પોઝીટીવ નોધાયા છે. જિલ્‍લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાની 1 સ્ત્રી, 1 પુરૂષ, કડાણા તાલુકાની 1 સ્ત્રી, લુણાવાડા તાલુકાની 1 સ્ત્રી, 5 પુરૂષ, સંતરામપુર તાલુકાના 3 પુરૂષ દર્દીઓએ કોરોનાને મ્‍હાત આપતાં તેમને રજા આપવામાં આવતા જિલ્‍લામાં અત્યાર સુધીમાં કુલ 2145 દર્દીઓ સ્વસ્થ થઇને પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાથી 9ના મોત થયા છે. અન્ય કારણથી 38 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 47 મૃત્યુ નોંધાવા પામ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો