તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ:મોબાઇલમાં ભણતાં 2,64,346 વિદ્યાર્થી દોઢ વર્ષે સ્કૂલ જઇ શકશે, સંમતિપત્ર હશે તે વિદ્યાર્થીને જ સ્કૂલમાં એન્ટ્રી, ન હોય તેના માટે શેરી શિક્ષણ છે

ગોધરા/લુણાવાડા/દાહોદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
સેનિટાઇઝેશન અને સફાઇ સહિતની તમામ તૈયારીઓ તંત્ર દ્વારા કરી લેવાઇ - Divya Bhaskar
સેનિટાઇઝેશન અને સફાઇ સહિતની તમામ તૈયારીઓ તંત્ર દ્વારા કરી લેવાઇ

પંચમહાલના ધો. 6થી 8ના 92,846 વિદ્યાર્થી અાજથી ઓફલાઇન ભણતર શરૂ કરી શકશે
કોરોનાની બીજી લહેર શાંત થતાં રાજય સરકાર દ્વારા ધોરણ 6થી 8ના વર્ગો 2 સપ્ટેમ્બરથી ચાલુ કરવાની જાહેરાત કરી હતી. જેને લઇને અાજથી જિલ્લાની 966 શાળાઅોના સંચાલકોઅે શાળાના વર્ગોને સેનેટાઇઝીંગ સહીતની કામગીરી કરીને વિદ્યાર્થીઅોને પ્રવેશ અાપવા સજ્જ થયા છે. અગાઉ ધોરણ 9થી 12ના વર્ગો ચાલુ થયા પણ પાંખી હાજરીના લીઘે વર્ગો 50 ટકા પણ ભરાયા નથી. ત્યારે અાજથી શરૂ થતા ધો. 6થી 8ના 92,846 વિદ્યાર્થીઅોમાંથી કેટલા વિદ્યાર્થિઅો અોફલાઇન ભણતર કરશે તે હવે જોવું રહ્યું છે. શાળામાં અભ્યાસ કરવા અાવતાં વિદ્યાર્થીઅોને વાલી પાસેથી સંમતિપત્ર લઇને શાળાઅે અાવવું પડશે.

સંમતિપત્ર વિના બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહીં. શાળામાં બાળકોઅે નાસ્તો અને પાણી ઘરેથી લાવવુ પડશે. તેમજ રીસેસમાં બાળકો ભેગા ના થાય તેની જવાબદારી શિક્ષકને સોપાશે. જિલ્લાની 966 શાળાના શીક્ષકો વિદ્યાર્થીઅોના ઘરે જઇને વાલીઅોને શાળામાં અોફલાઇન શીક્ષણ મેળવવા સમજાવશે. અેક બાજુ વાલીઅોને કોરોના ડર સતાવી રહ્યો છે. ત્યારે અોનલાઇનથી કટાંળેલા ધોરણ 6થી 8ના કેટલા વિદ્યાર્થીઅો અોફલાઇન શિક્ષણ લેવા શાળાઅે અાવે તે હવે જોવાનું રહ્યું છે.

મહીસાગરના ધોરણ 6થી 8ના 54,261 વિદ્યાર્થીઓ ઓફલાઈન ભણી શકશે
લુણાવાડા. મહીસાગરમાં આજથી 640 પ્રાથમિક શાળામાં ધોરણ 6થી 8 નું ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ થયું છે. જેને પગલે 54,261 વિઘાર્થીઓ શાળાએ અભ્યાસ માટે પહોંચશે. પરંતુ વાલીઓનું સંમતી પત્ર રજુ કરવાનુ રહેશે. શાળામાં ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા સંચાલકો કટિબદ્ધ થયા છે.

દાહોદ જિલ્લાના 1,17,239 વિદ્યાર્થી માટે ઓફલાઇન સ્કૂલ આજથી શરૂ
કોરોનાની બીજી લહેરની અસર ઓછી થતાં ધોરણ 6થી 8ની શાળાઓ ગુરુવારથી ખોલવામાં આવી રહી છે. કોરોનાને કારણે ગત ફેબ્રુઆરી 2020માં શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ સ્થિતિ હળવી પડતાં માર્ચ 2021માં શાળાઓ ખોલાઇ હતી. પરંતુ બીજી લહેર ઘાતક હોવાથી 17 દિવસ ચલાવી બંધ કરી દેવાઇ હતી. હવે 6 માસ બાદ ફરીથી ધોરણ 6થી 8ની શાળાઓ ગુરુવારથી શરૂ થઇ રહી હોવાથી બુધવારે આચાર્યો દ્વારા શિક્ષકોની મીટિંગ લઇને ગાઇડ લાઇનનું સંપૂર્ણપણે પાલન થાય તે સહિતની વિવિધ સુચનાઓ આપવામાં આવી હતી. આ સાથે સફાઇ કાર્ય અને સેનેટાઇઝેશન હાથ ધરાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...